બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Accountant youth of Jetpur became a victim of honeytrap

શૉકિંગ ન્યૂઝ / યુવતી સાથે ફ્રેન્ડશીપ ભારે પડી: જેતપુરનો એકાઉન્ટન્ટ યુવક બન્યો હનીટ્રેપનો શિકાર, આરોપીઓ સોનાની ચેઈન, વીંટી સહિત રૂપિયા 1 લાખનો મુદ્દામાલ લઈ ફરાર

Malay

Last Updated: 02:57 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેતપુરનો એકાઉન્ટન્ટ યુવક હનીટ્રેપનો શિકાર બન્યો છે. યુવતીએ મિત્રતા કેળવીને યુવકને ખંખેરી લેતા યુવકે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

  • જેતપુરનો એકાઉન્ટન્ટ યુવક બન્યો હનીટ્રેપનો શિકાર
  • યુવતીએ મિત્રતા કેળવીને યુવકનું કર્યું અપહરણ
  • સોનાનો ચેઈન, વીંટી સહિત રૂપિયા 1 લાખની મત્તા લઇ આરોપી ફરાર 
  • યુવકે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે હાથ ધરી તપાસ

ગુજરાતમાં આજકાલ હનીટ્રેપના કિસ્સા વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને સોશયિલ મીડિયા અને ઈન્ટરનેટ આ પ્રકારની હનીટ્રેપનું મોટુ સંસાધન બની રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાનો એક યુવક હનીટ્રેપનો શિકાર બનતા તેણે આજી ડેમ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે અને કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.   

યુવતીએ મિત્રતા કેળવીને યુવકને મળવા બોલાવ્યો
ફરિયાદ મુજબ, જેતપુરના ભીખાભાઇ વિઠ્ઠલભાઇ ગજેરા નામના યુવકનો રાજકોટની હિરલ નામની યુવતી સાથે પરિચય થયો હતો. હિરલે ભીખા ગજેરા સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ યુવકને આજીડેમ ચોકડી ખાતે મળવા બોલાવ્યો હતો. યુવક આજી ડેમ ચોકડીએથી હિરલને બાઇકમાં બેસાડી ત્રંબા ગામ તરફ જઈ રહ્યો હતો. આ વેળાએ એક ઓટો રિક્ષાએ બાઇકને ઓવરટેક કરીને અટકાવ્યું હતું.

 

પોલીસ ફરિયાદની આપી ધમકી
જેમાંથી બે શખ્સોએ નીચે ઉતરીને બાઈકની ચાવી કાઢી લીધી હતી અને ભાખાભાઈ તેમજ હિરલને રિક્ષામાં બેસાડી રિક્ષાને ત્રંબા પોલીસ ચોકી લઈ જવા કહ્યું હતું. આ બંને શખ્સો પૈકીના એક શખ્સે હિરલનો ભાઈ ભૂરો હોવાની ઓળખ આપી હતી. ત્રંબા હાઈવે પર ભૂરાએ કોઈને ફોન કરીને કોઈને બોલાવ્યા હતા.

પોલીસની ઓળખ આપી કરી પૂછપરછ
થોડીવાર બાદ એક કાર આવી જતા હિરલને રિક્ષામાં અન્ય સ્થળે મોકલી પોતાને યુવકને કારમાં બેસાડી દીધો હતો. કારમાં બેઠેલા અન્ય એક શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પૂછપરછ કરી હતી. જે બાદ તેઓએ યુવક(ભીખાભાઈ)ને માર માર્યો હતો અને ફરિયાદ ન કરવા માટે 1 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે, તેની પાસે એટલા પૈસા ન હોવાથી આ શખ્સોએ પાકિટ, સોનાની ચેઈન, વીંટી, મોબાઈલ સહિત 1 લાખનો મુદ્દામાલ લઇ લીધો હતો અને યુવકને ત્રંબા ગામ પાસે ઉતારીને જતા રહ્યા હતા. જે બાદ તે તાત્કાલિક આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ