બ્રેકિંગ ન્યુઝ
અમુક લોકો ધન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કરે છે. પરંતુ ઘરમાં આર્થિત તંગી દૂર નથી થતી. જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો આ ઉપાયોને કરવાથી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થશે. આ એવી સામગ્રીઓ છે જે તમારા કાર્યોમાં આવતી મુશ્કેલીઓને તાત્કાલીક પ્રભાવથી દૂર કરે છે. ઘરમાં આ બધો સામાન રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

કાળા ઘોડાની નાળ
જો જાતક પર શનિની સાડેસાતી ઢૈય્યા ચાલી રહી હોય તો તેમને ઘોડાની નાળ ખૂબ જ લાભ પહોંચાડે છે. શનિકૃત અનિષ્ટની શાંતિ, વેપારમાં સમસ્યા, નજર, ઉપરની હવાથી બચવા માટે કાળા ઘોડાની નાળનો પ્રયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
શનિવારે આ નાળ તલના તેલમાં પલાડી એક અઠવાડિયા સુધી તેમાં જ રહેવા દો. બીજા શનિવારે આ નાળને તેલથી કાઢી ઘરના કે દુકાનના દ્વાર પર 7 વખત ઉતારીને સિન્દૂરનું લેપ કરો. તેના બાદ આ નાળને ઈંગ્લિશના U આકારમાં ઘર કે દુકાનમાં એવી જગ્યા પર લગાવો જ્યાં આવતા જતા લોકોની નજર પડે. આમ કરવાથી શનિકૃત કષ્ટોથી મુક્તિ મળે છે.

ADVERTISEMENT
બિલાડીની નાળ
બિલાડીની નાળ અનેક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. વેપાર વધારવા કે નોકરીમાં પ્રગતિ માટે બિલાડીની જારનો ઉપયોગ વધારે ચમત્કારી ફળ આપે છે. જો કોઈને બિલાડીની નાળ મળી જાય તો તેને પોતાના ઘર, વેપારની જગ્યા પર, ફેક્ટરી, કારખાનામાં તિજોરીમાં મુકવાથી ધન-સમૃદ્ધિ બની રહે છે.
દક્ષિણાવર્તી શંખ
દક્ષિણ મુખી કે દક્ષિણાવર્તી શંખ ઘરમાં રાખવાથી અમોઘ ફળ મળે છે. ઘરમાં સવાર-સાંજ આ શંખની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવાથી ઉપરી બાધામાંથી મુક્તિ મળે છે અને આર્થિક અભાવ દૂર થઈને સુખ-સમૃદ્ધિ વધે છે. આર્થિક સમ્પન્નતા પ્રાપ્ત હેતુ તેની સ્થાપના દરેક ઘર, કાર્યાલયમાં કરવી જરૂરી છે.
ADVERTISEMENT
ચાંદીમાં અર્દ્ધ ચંદ્ર મોતી લોકેટ
ચંદ્રમા મનના કારક છે ચંદ્રમા પીડિત થવા પર મનમાં અશાંતિ ગુસ્સો આવવો, સ્ટ્રેસ, માનસિક રોગ જેવી સમસ્યાઓ થાય છે. જો બાળકોની કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો ચાંદીમાં અભિમંત્રિત મોતી યુક્ત અદ્ધ ચંદ્ર ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.