બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / accident near Abu road Chandravati, tragic death of 4 people

એક્સિડન્ટ / 4નાં મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત: આબુરોડ પર તુફાન-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસનો કાફલો

Malay

Last Updated: 12:47 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident In Abu Road: આબુરોડ ચંદ્રવતી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • આબુરોડ અકસ્માતમાં 4 લોકોના મોત
  • ઘાયલોને આબુરોડ હોસ્પિટલમાં ખસેડાયા
  • રાજસ્થાન પોલીસે તપાસ હાથ ધરી 

આબુરોડ પર તુફાન અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે ટેમ્પામાં સવાર 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને આબુરોડ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

તુફાન અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અથડામણ 
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો. ચંદ્રવતી પાસે તુફાન અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ રાજસ્થાન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા 
પોલીસ દ્વારા રાહદારીઓની મદદથી તુફાનમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને આબુરોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ રાજસ્થાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ