બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Accident kills 10-month-old baby, injures 6

અકસ્માત / રીક્ષામાં બેસી બોડેલી લગ્નપ્રસંગમાં જતા પરિવારને અકસ્માત, 10 માસના બાળકનું મોત, 6ને ઈજા

Mehul

Last Updated: 05:27 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે ટેન્કરે રિક્ષાને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .જેમાં માત્ર 10 મહિનાના બાળકનું મોત.અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર.

  • ટેન્કરની ટક્કરે રિક્ષાનો કડૂસલો, બાળકનું મોત 
  • વડોદરાનો પરિવાર લગ્નપ્રસંગમાં જતો હતો 
  • સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે અકસ્માત 

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે ટેન્કરે રિક્ષાને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .જેમાં માત્ર 10 મહિનાના બાળકનું મોત થયું હતું,આ દુર્ઘટનામાં  એક જ પરિવારના 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા,જેમાંથી  3 લોકોની હાલત ગંભીર દર્શાવાઈ રહી છે. માત્ર 10 જ માસના  બાળકના મોતને પગલે  પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. પોલીસે પહોંચીને  ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી હતી 

અકસ્માત બાદ ટેન્કરચાલક નાસી છૂટ્યો

વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેતો એક પરિવાર   રિક્ષામાં બેસીને સવારે બોડેલી તરફ એક  લગ્નપ્રસંગમાં જઇ રહ્યો હતો. દરમિયાન  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે પરિવારની રિક્ષાને ગમખ્વાર  અકસ્માત નડ્યો હતો. એક ટેન્કરે રિક્ષાને ટક્કર મારતાં 10 મહિના બાળક અબ્દુલ અહદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, ઘયાલ થયેલા 6 વ્યક્તિમાંથી ત્રણની સ્થિતિ ગંભીર દર્શાવાઈ રહી છે. માત્ર 10 જ માસના બાળકના મોતથી માતાએ હૈયાફાટ આક્રંદ કર્યું હતું.તો અન્ય પરીજનો પણ વિક્ષુબ્ધ થયા હતા. 

માર્ગ અક્સમાતની ઘટનાથી ભારે ટ્રાફિક જામ થયો હતો. ઘાયલોને તાત્કાલિક 108 મારફત નજીકની હોસ્પીટલમાં ખસેસાયા હતા.જ્યારે 10 માસના બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાનો કડૂસલો બોલી ગયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ