બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ACB team also got worried after seeing the stacks of notes at Talati, assets worth crores of rupees were seized.

કાર્યવાહી / તલાટીના ત્યાં નોટોના થપ્પા જોઈ ACBની ટીમ પણ વિચારતી થઈ ગઈ, કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત, સગા-વ્હાલાઓને ત્યાં પણ રેડ

Priyakant

Last Updated: 09:59 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telangana Talati ACB Red News: અપ્રમાણસર મિલકતો ભેગી થયાની ફરિયાદો પછી ACBએ તેમની જગ્યા પર દરોડા પાડવાનું આયોજન કર્યું તો ઘરેથી એક બોક્સમાં 2 કરોડથી વધુની રોકડ મળી

  • સામાન્ય તલાટીના ઘરેથી મળી આવ્યો ખજાનો 
  • ACBએ તલાટીના 15 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા
  • તલાટીના ઘરમાં એક બોક્સમાંથી 2 કરોડથી વધુની રોકડ મળી 

Telangana Talati ACB Red : તેલંગાણામાં એક સામાન્ય તલાટીના ઘરેથી ખજાનો મળી આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે જ્યારે આ તલાટીના પરિસરમાં દરોડા પાડ્યા ત્યારે તેમના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ સાથે મોટી માત્રામાં સોનું પણ જપ્ત કરવામાં આવ્યું હતું. ACBના અધિકારીઓએ તલાટીના 15 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા. નોંધનિય છે કે, અપ્રમાણસર મિલકતો ભેગી થયાની ફરિયાદો પછી ACBએ તેમની જગ્યા પર દરોડા પાડવાનું આયોજન કર્યું હતું. 

મીડિયા સાથે વાત કરતા અધિકારીઓએ કહ્યું કે, તેમને તલાટીના ઘરે એક બોક્સ મળ્યું. જ્યારે આ બોક્સને કટર વડે કાપવામાં આવ્યું તો નોટોના બંડલ બહાર આવ્યા. ACB ના અધિકારીઓએ જણાવ્યું કે આ બોક્સમાં બે કરોડથી વધુની રોકડ હતી. આ તલાટીનું નામ મહેન્દ્ર રેડ્ડી છે. એન્ટી કરપ્શન બ્યુરોને રેડ્ડી વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી હતી. આ પછી ACBની ટીમે રેડ્ડીના નિવાસસ્થાન તેમજ તેના સંબંધીઓ અને નજીકના મિત્રોના ઘરોની તપાસ કરી. ACBએ હસ્તિનાપુરમમાં મહેન્દ્ર રેડ્ડીના ઘર તેમજ મેરીગુડામાં તલાટીની ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.

4,56,66,660નું મુદ્દામાલ જપ્ત 
ACBએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, મેરીગુડેમ મંડલના તલાટી સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો છે કારણ કે તેણે કથિત રીતે તેમની સેવા દરમિયાન આવકના તેમના જાણીતા સ્ત્રોતોથી અપ્રમાણસર સંપત્તિ પ્રાપ્ત કરી છે. ACBના અધિકારીઓએ જણાવ્યું હતું કે. મહેન્દ્ર રેડ્ડીના પરિસરમાંથી 4,56,66,660 રૂપિયાની જંગમ મિલકત જપ્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ