બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ACB recovered assets worth Rs 100 crore from a government official in Telangana

મોટી કાર્યવાહી / 40 લાખ રોકડા, કરોડોનું સોનું, 60 તો ઘડિયાળો જ: સરકારી અધિકારી પાસે ક્યાંથી આવ્યા 100 કરોડ રૂપિયા?

Priyakant

Last Updated: 09:06 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Telangana ACB Raid Latest News: ACBએ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી, ગુરુવારે ફરી શરૂ પણ સર્ચ થાય તેવી શક્યતા, આખો દિવસ 14 ટીમોએ કરી તપાસ

  • તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે ACBની મોટી કાર્યવાહી
  • ACBએ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી
  • અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, મિલકતના દસ્તાવેજો મળ્યા 

Telangana ACB Raid : તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે ACBની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, ACBએ સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી છે. ACB અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ.બાલકૃષ્ણના પરિસર પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા.

આખો દિવસ 14 ટીમોએ કરી તપાસ 
ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની 14 ટીમોએ દિવસભર સર્ચ કર્યું હતું અને હજી તો ગુરુવારે ફરી શરૂ પણ સર્ચ થાય તેવી શક્યતા છે. બાલકૃષ્ણના ઘર, ઓફિસો, તેમના સંબંધીઓની જગ્યાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

વધુ વાંચો: રજવાડી ઠાઠ, હવામહેલમાં ચા-પાણી, આમેર ફોર્ટ...: આજે જયપુરમાં ફ્રાંસના મેક્રોનનું થશે રોયલ સ્વાગત 

બેંક લોકર તો હજુ ખોલવામાં નથી આવ્યા 
વિગતો મુજબ અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું અને  મિલકતના દસ્તાવેજો, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. ACBએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. ACBના અધિકારીઓને અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના અહેવાલ છે. HMDAમાં સેવા આપ્યા બાદ તેણે સંપત્તિ મેળવી હોવાના અહેવાલ છે. ચાલુ સર્ચમાં વધુ પ્રોપર્ટી બહાર આવવાની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ