બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Macron of France will receive a royal welcome in Jaipur today, will do a road show with Modi and Macron

રાજસ્થાન / રજવાડી ઠાઠ, હવામહેલમાં ચા-પાણી, આમેર ફોર્ટ...: આજે જયપુરમાં ફ્રાંસના મેક્રોનનું થશે રોયલ સ્વાગત

Priyakant

Last Updated: 08:48 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Rajasthan Latest News: ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં લગભગ છ કલાક રોકાવાના છે, મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ભાગ લેશે

  • PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે રાજસ્થાનના પ્રવાસે
  • મોદી અને મેક્રોન સાથે રોડ શો કરશે અને રાજસ્થાનની ઐતિહાસિક ધરોહર જોવા જશે
  • મોદી અને મેક્રોન આજે 2.30 વાગે જયપુર પહોંચશે, સાંગાનેરી ગેટથી હવામહલ સુધી રોડ શો થશે

PM Modi In Rajasthan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયપુરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે રાજસ્થાનના પ્રવાસે છે. વાત જાણે એમ છે કે, આજે મોદી અને મેક્રોન સાથે રોડ શો કરશે અને રાજસ્થાનની ઐતિહાસિક ધરોહર જોવા જશે. મોદી અને મેક્રોન આજે લગભગ 2.30 વાગે જયપુર પહોંચશે. આ પછી જયપુરના સાંગાનેરી ગેટથી હવામહલ સુધી રોડ શો થશે. વિદેશ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્રાંસના રાષ્ટ્રપતિનું વિમાન આજે બપોરે 2.30 કલાકે જયપુર એરપોર્ટ પર ઉતરશે અને તેઓ રાત્રે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે.

રાષ્ટ્રપતિ મેક્રોન PM મોદી સાથે મુલાકાત કરશે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં લગભગ છ કલાક રોકાવાના છે. મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ભાગ લેશે. બંને નેતાઓ હોટલ તાજ રામબાગ પેલેસમાં ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ભૌગોલિક રાજકીય વિકાસ પર વ્યાપક વાટાઘાટો કરશે. અધિકારીઓએ જણાવ્યું કે જયપુરમાં રાષ્ટ્રપતિ મેક્રોન આમેર કિલ્લા, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લેશે અને રોડ શોમાં પણ ભાગ લેશે. રોડ શો જંતર-મંતર વિસ્તારમાંથી સાંજે 6 વાગ્યે શરૂ થશે જ્યારે મોદી અને મેક્રોન વચ્ચે મંત્રણા સાંજે 7.15 વાગ્યે શરૂ થશે.

મુખ્યમંત્રીએ તૈયારીઓની સમીક્ષા કરી 
આ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પ્રવાસની તૈયારીઓ સચોટ બનાવવા સૂચના આપી છે. સીએમ શર્માએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરી હતી. સત્તાવાર નિવેદન અનુસાર સીએમ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની રાજસ્થાનની પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે. આ તરફ CM ભજનલાલ શર્માએ વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની જયપુર મુલાકાતના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જયપુર એરપોર્ટથી લઈને જંતર-મંતર, હવા મહેલ અને આમેર કિલ્લા સુધીની તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા.

વધુ વાંચો: Mary Kom એ સંન્યાસનું કર્યું એલાન: 6 વખત રહી ચૂકી છે વર્લ્ડચેમ્પિયન, 2012માં ઓલમ્પિક્સમાં જીત્યો હતો મેડલ

રાજસ્થાનની સમૃદ્ધ લોક સંસ્કૃતિનો સમાવેશ
આ સાથે તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, રાજસ્થાનની સમૃદ્ધ લોક સંસ્કૃતિને આ વિશેષ અવસર પર કરવામાં આવી રહેલી તૈયારીઓમાં સામેલ કરવામાં આવે. મુખ્યમંત્રી કહે છે કે, આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી સજાવટ અને લાઇટિંગમાં રાજ્યનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક કળા વિશેષરૂપે પ્રદર્શિત થવી જોઈએ. CMના કહેવા પ્રમાણે બહાદુરી અને બલિદાનના પ્રતીક એવા કેસરી રંગને પણ આ તૈયારીઓમાં સમાયોજિત કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ