બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Mary Kom announces retirement: six time World Champion Mary won 2012 Olympic
ADVERTISEMENT
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012ની ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બોક્સિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી નથી. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે એમને નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી એમને ખુલાસો કર્યો છે.
સમાચાર એવા હતા કે ભારતની સ્ટાર બોક્સર મેરી કોમે સંન્યાસનું એલાન કર્યું છે અને આ પાછળનું કારણ એમની વધતી ઉંમર છે. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન અનુસાર, 40 કે તેથી વધુ ઉંમરના એથ્લેટ્સ પ્રોફેશનલ બોક્સિંગમાં ભાગ લઈ શકતા નથી. મેરી કોમ નવેમ્બર 2023માં જ 41 વર્ષના થઈ ગયા છે.
ADVERTISEMENT
મેરી કોમે એક વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે તે નિવૃત્તિના આરે છે. જો કે તેણે હજુ નિવૃત્તિની જાહેરાત કરી નથી.
"It's over": Star India boxer Mary Kom draws curtain on remarkable career
— ANI Digital (@ani_digital) January 24, 2024
Read @ANI Story | https://t.co/yOoAh75p63#MaryKom #boxer #retirement pic.twitter.com/EF8K08B0mF
ADVERTISEMENT
જણાવી દઈએ કે કોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહ્યા છે અને એમને પોતાના જીવનમાં અપાર સફળતા હાંસલ કરી છે. મેરી કોમ છેલ્લે 2022 કોમનવેલ્થ ગેમ્સ માટે ટ્રાયલ દરમિયાન એક મેચમાં બોક્સિંગ રિંગમાં પ્રવેશી હતી. તે મેચમાં એમના ઘૂંટણમાં ઇજા પંહોચી હતી અને આ બાદ તેઓ કોઈ મેચમાં જોવા મળ્યા નહતા.
ADVERTISEMENT
6️⃣-time World Champion and Olympic medallist, Mary Kom, has announced her retirement from Boxing, citing age limit!! 🇮🇳🥊
— Khel Now (@KhelNow) January 24, 2024
Thank you Mary, Queen of Indian Boxing! ❤️💐#Boxing #MaryKom pic.twitter.com/Wu8HIWqQuD
ADVERTISEMENT
મેરી કોમે કહ્યું કે તે હજુ પણ બોક્સિંગ મેચો જીતવા માંગે છે, પરંતુ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમો છે જે હવે તેને મંજૂરી આપતા નથી. મેરી કોમે કહ્યું કે તે વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગે છે.
મેરી કોમ વિશ્વની પ્રથમ મહિલા બોક્સર છે, જેણે છ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તે જ સમયે, મેરી કોમ 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા છે. તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય મેરી કોમ 5 વખત એશિયન ચેમ્પિયનશિપ જીતનારી એકમાત્ર ખેલાડી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 360 સૂર્યકુમારને મળ્યું ધમાકેદાર પ્રદર્શનનું ઈનામ, સતત બીજી વખત આ સિદ્ધિ કરી હાંસલ, ચાહકો ખુશખુશાલ
મેરી કોમનો જન્મ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ એમને વિશ્વ સ્તરે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે અને તેઓ હંમેશા ભારતને ગૌરવ અપાવતા હતા. મેરી કોમના જીવન પર 2014માં એક ફિલ્મ બની છે. જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.