બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કોણ છે અને કેમ આવું કર્યું? સામે આવ્યું નામ

યુપી / અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કોણ છે અને કેમ આવું કર્યું? સામે આવ્યું નામ

Bijal Vyas

Last Updated: 06:24 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના રામ મંદિરમાં નમાજ અદા કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. પોલીસે આરોપીની ઓળખ અબ્દુલ અહેમદ શેખ તરીકે કરી છે. આરોપી પાસે મળેલા આધાર કાર્ડ મુજબ, તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે

અયોધ્યાના રામ મંદિરમાં નમાજ અદા કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. પોલીસે આરોપીની ઓળખ અબ્દુલ અહેમદ શેખ તરીકે કરી છે. આરોપી પાસે મળેલા આધાર કાર્ડ મુજબ, તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે. તમને જણાવી દઈએ કે પોલીસે શનિવારે આરોપીની તે જ સમયે ધરપકડ કરી હતી. જ્યારે તે મંદિર પરિસરમાં નમાજ પઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

બીજા લોકોએ પણ નમાઝ પઢવાની કરી કોશિશ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર પરિસરમાં અન્ય ઘણા લોકોએ પણ નમાઝ પઢવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ પોલીસ અન્ય લોકોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.

પૂછપરછ કરી રહી છે પોલીસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, નમાઝ પઢતા રોકવામાં આવ્યા બાદ, તેણે એક વિશેષ સંપ્રદાયના નારા લગાવવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તેની અટકાયત કરી, કસ્ટડીમાં કરાયેલ વ્યક્તિની અનેક ગુપ્ત એજન્સી અને પોલીસ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.

Ram Mandir (2)

આ મામલે જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. જાણવા મળ્યું છે કે, આરોપી વ્યક્તિએ દક્ષિણ કિલ્લામાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી.

શ્રદ્ધાળુઓની ગઇ નજર

કહેવાય છે કે આરોપી વ્યક્તિ રામ મંદિર સંકુલના દક્ષિણ કિલ્લા પર નમાઝ પઢી રહ્યો હતો ત્યારે કેટલાક ભક્તોએ તેને જોયો. સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Namaz in Ram Mandir Ayodhya Temple National
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ