બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / AAP BJP Harsh Sanghvi calls AAP Shiksha model pathetic Isudan calls it best

આર-પાર / AAP-ભાજપ આમને-સામને, હર્ષ સંઘવીએ AAP શિક્ષા મોડલને ગણાવ્યું દયનિય, ઇસુદાને કહ્યું સર્વશ્રેષ્ઠ

Kishor

Last Updated: 06:35 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP સરકારના શિક્ષા મોડલને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને પ્રહાર કર્યા બાદ ઇસુદાન ગઢવીએ દિલ્લી શિક્ષણ મોડલને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું હતું.

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના AAP પર પ્રહાર
  • AAP સરકારનુ શિક્ષા મોડલ સૌથી નબળુઃ હર્ષ સંઘવી
  • દુનિયાભરમાં કેજરીવાલના શિક્ષણ મોડલની ચર્ચા થાય છે : ઇસુદાન ગઢવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જેમાં આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વારંવાર શિક્ષણ અને મોંઘી વીજળી સહીતના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ AAP પર આકરા  પ્રહાર કર્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.

AAPનું શિક્ષા મોડલ દયનિય :  હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ ટ્વિટ કરી AAP સરકારના શિક્ષા મોડલને સૌથી નબળુ ગણાવ્યું હતું. એક લેખને ટાંકીને હર્ષ સંઘવીએ AAPને નિશાને લીધું હતું. એટલું જ નહિ હર્ષ સંઘવીએ જણાવ્યું કે AAPના શિક્ષા મોડલ દયનિય હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં કેજરીવાલ માટે શિક્ષકોને પગાર ચૂકવવા કરતા વિજ્ઞાપન અને PR વધુ મહત્વનુ હોવાનું અંતમાં હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

દિલ્લીનું શિક્ષણ મોડલ શ્રેષ્ઠ છે  : ઇસુદાન ગઢવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ ટ્ટવીટને લઈ ભાજપ - AAP આમને સામને આવી ગયા છે. જેમાં હર્ષ સંઘવીના ટ્વિટ મુદ્દે AAP નેતા ઇસુદાન ગઢવીએ દિલ્લી શિક્ષણ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. વળતાં જવાબમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે  માત્ર દેશમાં જ નહીં દુનાયામાં પણ કેજરીવાલના શિક્ષણ મોડલના વખાણ થઈ રહ્યા છે.  વધુમાં કેટલાય રાજ્યના મુખ્યમંત્રી દિલ્લીનું શિક્ષણ મોડલ જોવા જતાં હોવાનો પણ ઈસુદાને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં 6 હજાર સ્કૂલો બંધ કરાઇ હોવાનું અને 700 સ્કૂલોમાં એક જ શિક્ષક થકી ગાડુ ગબડાવવામાં આવતું હોવાનો દાવો કરી પ્રહારો કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ