બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આધારમાં સુધારો કરાવવા માટેના નિયમો ખૂબ કડક છે. જેમકે જન્મ તારીખ અને લિંગમાં ગરબડ છે તો તમે તેને એક વાર જ સુધારી શકો છો. આ માટેની પ્રોસેસ પણ ખૂબ જ મુશ્કેલ છે. આ માટે જન્મ તારીખ લખી હોય કે લિંગનું કોલમ ભર્યું હોય તેને હંમેશા સાવધાની સાથે ભરો. અનેકવાર ફરિયાદ આવે છે કે આધાર બનાવનારા વ્યક્તિએ ફોર્મમાં સાચું લખ્યું પણ આધાર સેન્ટર પરથી ભૂલ થઈ છે જેના કારણે મુશ્કેલી આવી રહી છે. આ ભૂલને સુધારવાનું મુશ્કેલ બને છે. જ્યારે એક વાર ઓનલાઈન સુધારો કરવો હોય કો આધારની વેબસાઈટ પર જઈને કરી શકાય છે. પણ ફરી વખત આ સુધારો ઓનલાઈન કરી શકાતો નથી.

ADVERTISEMENT
કેવી છે સુધારાની પ્રોસેસ
આ સુધઆરાને માટે આધાર હેલ્પ સેન્ટર કહે છે કે આધાર પર લિંગમાં સુધારો એક જ વખત કરી શકાય છે. અપવાદ કેસમાં કેટલાક ખાસ નિયમ છે. આ માટે અરજદારે આધાર સેન્ટર પર જવાનું રહે છે અને અહીં જેન્ડરમાં પરિવર્તનને માટે રિકવેસ્ટ મોકલવાની રહે છે. આધાર સેન્ટરમાં જો રિકવેસ્ટ નકારી દેવાય છે તો અરજદાર 1947 પર ફોન કરશે. આ સિવાય અરજદાર [email protected] પર પણ ફરિયાદ લખી શકે છે. પત્રમાં એક્સપ્શન અડડેટનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમાં રિકવેસ્ટ નંબર પણ લખવાનો રહેશે. આ આઘાર પર આગળની કાર્યવાહી થશે. જો આધાર કે UIDAIને લાગે કે રિકવેસ્ટ યોગ્ય છે તો તેમાં સુધારો કરી શકાય છે. આ સિવાય રિકવેસ્ટને નકારી પણ શકાય છે.
.jpg)
ADVERTISEMENT
C/Oનો નવો નિયમ
આધારમાં એક મોટો ફેરફાર પિતાના કે પતિના નામની સાથે કરાયો છે. પહેલા S/O કે W/O લખાતું હતું. જે પિતા અને પતિને માટે હતું. આ સાથે તમે કોઈ નજીકના આધાર સેન્ટરમાં જવાનું રહે છે, અહીં એડ્રેસ અપડેટને માટે રિકવેસ્ટ મોકલવાની રહે છે. ફોર્મ ભરતી સમયે અહીં તમારે પતિ કે પિતાનું નામ લખવાનું રહે છે. ફોર્મમાં બાકીની વિગતો પહેલાની જેમ જ ભરાશે. પહેલા એડ્રેસ પ્રૂફ માટે જે કાગળ માંગવામાં આવતા તે કાગળ ફરીથી આપવાના રહેશે. આ સિવાય આધાર સાથે જોડાયેલો એક મોબાઈલ નંબર હોવો જોઈએ જેની પર ઓટીપી આવે. આધાર સાથે જોડાયેલા મેસેજ પણ આ જ નંબર પર આવશે. જે લોકોને આધાર મોબાઈલ નંબરથી લિંક છે તેઓ ssup.uidai.gov.in/ssup પર જઈને ઓનલાઈન અપડેટ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.