બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A young man who came to Ahmedabad after hiding gold worth 50 lakhs from Dubai was robbed

ચોંકાવનારો કિસ્સો / ભારે કરી! દુબઇથી 50 લાખનું સોનું છુપાવી અમદાવાદ આવેલો યુવક જ લૂંટાઇ ગયો, સામે આવ્યું મુંબઈ કનેક્શન

Priyakant

Last Updated: 11:30 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: દુબઈથી અમદાવાદ એરપોર્ટની બહાર આવતા જ યુવકને ઇસમોએ ATSના અધિકારી તરીકે ઓળખ આપી  અપહરણ કરી મારપીટ કરી અને સોનું લૂંટી લીધું

  • ગુજરાતમાં દાણચોરીની ચોંકાવનારી ઘટના 
  • દુબઈથી ગુદામાં સંતાડી યુવક પહોંચ્યો અમદાવાદ 
  • એરપોર્ટ પર ATSની ઓળખ આપી ઇસમોએ કર્યું યુવકનું અપહરણ 
  • યુવકને ફ્લેટમાં લઈ જઈ માર મારી સોનુ લૂંટી લીધું

Vadodara News : વડોદરાથી દાણચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરાનો એક યુવક દુબઈથી 50 લાખનું સોનું ગુદામાં છુપાવી અમદાવાદ પહોંચ્યો હતો. જોકે ઇમિગ્રેશન બાદ યુવક બહાર પણ આવી ગયો હતો. જે બાદમાં અજાણ્યા ઇસમોએ તેને ATSના અધિકારી તરીકે ઓળખ આપી યુવકનું અપહરણ કરી તેને એક ફ્લેટમાં લઈ ગયા હતા. જે બાદમાં તેની મારપીટ કરી અને સોનું લૂંટી લીધું હતું. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા બાદ હવે આગળની કાર્યવાહી શરૂ કરી છે . 

વડોદરાનો 21 વર્ષીય દાનિશ આરીફભાઇ શેખને તેના પિતાના મિત્ર જાકીરભાઈએ દુબઈથી સોનું લાવવાની વાત કરી હતી. જે બાદમાં કહ્યું હતું કે, મારો એક મિત્ર અમ્માર દુબઈ ખાતે રહે છે તેની પાસેથી ગોલ્ડ લાવવાનું છે.  ટિકિટ હું કરાવી આપીશ અને ગોલ્ડ આવ્યા બાદ 20 હજાર રૂપિયા પણ આપીશ. જેથી લાલચમાં દાનિશ ગત 9 ઓક્ટોબરે દુબઈ ગયા બાદ 17 દિવસ ત્યાં રોકાયો હતો. જ્યાં અમ્મારે દાનિશને ગોલ્ડની બે કેપ્સ્યૂલ આપી હતી. જેનું વજન 850 ગ્રામ અને બજાર કિંમત 50 લાખ હતી. આ ગોલ્ડ દાણચોરી કરી અમદાવાદ લાવવાનું હોવાથી દાનિશે ગુદાના ભાગે બંને કેપ્સુલ સંતાડી દીધી હતી. 

દાનિશ પોતાના ગુદાના ભાગે આ સોનુ સંતાડી ગત 27 ઓક્ટોબરે અમદાવાદ આવ્યો હતો. દાનિશને લેવા રિયાન અને ડ્રાઇવર આવ્યા હતા. આ દરમિયાન દાનિશ ઇમિગ્રેશનની કાર્યવાહી પૂરી કરી બહાર આવ્યો હતો અને ગાડી પાસે જવા નીકળ્યા હતો. જોકે ત્યાબ બે અજાણ્યા શખ્સ આવ્યા અને અમે ATS ના અધિકારીઓ છીએ કહી બંને ગાડીમાં સાથે બેસી ગયા હતા. જે બાદમાં આ બે ઇસમોએ જણાવ્યું હતુ કે, તું દુબઈથી દાણચોરીનું સોનુ લઈને આવ્યો છે તેની તમામ માહિતી છે. ત્યારબાદ ગાડી ચલાવવા કહ્યું હતું અને રિવરફ્રન્ટ થઇ ગાડી નારોલ તરફ લઇ ગયા હતા. જે બાદમાં આ ઇસમોએ દાનિશ સહિતના લોકોના ફોન લઈ સ્વિચ ઓફ કરી અવાવરું જગ્યાએ ગાડી ઊભી રખાવી હતી. 

દાનિશને બીજી ગાડીમાં બેસાડ્યો અને પછી.... 
આ દરમિયાન ત્યાં અન્ય એક ગાડી આવી હતી તેમાં એક શખ્સ હતો. જ્યાંથી દાનિશને બીજી ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો અને એક ફ્લેટના 10માં માળે લઈ ગયા હતા. જ્યાં પાછળથી આવેલા શખ્સ ATS ના અધિકારી તરીકે ઓળખ આપી ગોલ્ડ દાણચોરીનો કેસ કરવાની ધમકી આપી માર માર્યો હતો. જે બાદમાં પ્રેશર કરાવી દાનિશના ગુદામાંથી સોનું કઢાવ્યું હતું અને તે લઈ લીધું હતું. આ ઉપરાંત થોડાક રૂપિયા પણ લઇ લીધા હતા. ત્યારબાદ જણાવ્યું હતું કે, તારા પાસપોર્ટ સહિતની ડિટેઈલ છે. આ અંગે કોઇને વાત કરીશ તો ઉઠાવી જાનથી મારી નાખીશું. ત્યારબાદ ફ્લેટમાંથી તેને લઇ તેઓ નીકળ્યા હતા. જોકે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે હાલ એક સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે.

તપાસમાં સામે આવ્યું મુંબઈ કનેક્શન 
આ તરફ આરોપીઓની ધરપકડ બાદ એરપોર્ટ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા મુંબઈનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા અયુબ મુસાની પૂછપરછ કરતા સામે આવ્યું કે મુંબઈના એક અકબર નામના વ્યક્તિ દ્વારા અયુબખાનના મોબાઇલમાં આ ભોગ બનનાર ફરિયાદી દાનિશભાઈનો પાસપોર્ટ અને ફોટો મોકલવામાં આવ્યા હતા. જેના આધારે જ હારુનભાઈને એરપોર્ટથી ઓળખ કરી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, સમગ્ર કેસમાં એક મહિલા પણ સંડોવાયેલી છે. જેની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ