બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young man died of a heart attack in Vegdwav village in Halwad

મોરબી / વધુ એક યુવાનનું હ્રદય બેસી ગયું.!, હળવદમાં બાઇક પર બેઠેલા યુવાનને આવ્યો હાર્ટ એટેક, રબારી સમાજમાં શોક

Dinesh

Last Updated: 06:20 PM, 24 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાનમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યાં છે, આજે મોરબીના હળવદમાં હાર્ટ એટેકથી ચકચારી મોતની ઘટના બની છે.

  • વેગડવાવ ગામે હાર્ટ એટેક યુવાનનુ મોત
  • હળવદના ગ્રામ સેવક અશોક કણઝરીયાનું હાર્ટ એટેકથી મોત
  • બાઇક પર બેઠેલા યુવાનને હાર્ટ એટેક આવ્યો


આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. સામાન્ય રીતે જ બેસેલા કે કંઈક રમત રમતા હાર્ટ એટેક આવી જાય છે. વર્તમાનમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. આજે મોરબીના હળવદમાં હાર્ટ એટેકથી ચકચારી મોતની ઘટના બની છે. આજે વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

પ્રતિકાત્મક તસવીર

વેગડવાવ ગામે હાર્ટ એટેક યુવાનનુ મોત
હળવદના વેગડવાવ ગામે હાર્ટ એટેકથી યુવાનનુ મોત થયું છે. ચિંતા એ વાતની છે કે, બાઇક પર બેઠેલા યુવાનને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યું થયું હતું. અશ્વિનભાઈ વિભાભાઈ રબારીને હાર્ટ એટેક આવ્યો હતો. ખાનગી કંપનીમાં નોકરી યુવાન કરતો હતો. રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો છે. આપને જણાવી દઈએ કે, ગત તા.22નાં રોજ બનાવ બન્યો હતો.

ક્રિકેટ મેચ દરમિયાન આવ્યો એટેક
લજાઈ ખાતે ક્રિકેટ રમતા રમતા હળવદના 32 વર્ષીય ગ્રામ સેવક અશોક કણઝરીયાનું દુઃખદ અવસાન થયું છે. ચિંતા એ વાતની છે કે રમત રમતા યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. ત્યારે આજે ફરી એક આવો જ બનાવ સામે આવ્યો છે. ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવકનું મોત નીપજ્યું છે. આપને જણાવી દઈએ કે, આગામી 25થી 31 માર્ચ દરમિયાન જિલ્લા પંચાયતની ક્રિકેટ મેચ રાજકોટ ખાતે રમાવાની છે, જે માટે લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી.

32 વર્ષીય ગ્રામ સેવકનું મોત
લજાઈ ખાતે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ દરમિયાન હળવદના ગ્રામ સેવક અશોક કણઝરીયાને અચાનક ઉલટી થતાં તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને મોત પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 32 વર્ષીય ગ્રામ સેવકનું અચાનક મૃત્યુ થતાં પરિવારની માથે શોકનું મોજુ ફરી વળ્યું છે. 4 વર્ષના સંતાને પિતાની છત્ર છાયા ગુમાવી છે.

રાજ્યમાં છેલ્લા 24 દિવસમાં હાર્ટ એટેકની 5 ઘટના સામે આવી છે. આ તમામ ઘટનામાં હાર્ટ એટેક આવનારા શખ્સોના મૃત્યુ થયા છે. 

દમણના હોટલ સંચાલકનું હાર્ટ એટેકથી મોત
આજે સંઘપ્રદેશ દમણની હોટેલ સનરાઈઝના સંચાલક દિપક ભંડારીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. દીપક ભંડેરી બાઈક પર બેસીને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો છે. જેની ઘટના CCTVમાં કેદ થઇ છે. દમણના દેવકા તાઇવાડમાં રહેતા અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા 52 વર્ષીય દિપક ભંડારી તેમની જ હોટેલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને અન્ય લોકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેમના સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે દિપકભાઈને મૃત જાહેર કર્યા હતા.

મૃતક દીપક ભંડેરી

બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો નિલેશ ચાવડા
રાજકોટમાં કુદરકી હાજતે ગયેલા 23 વર્ષીય નિલેશ ચાવડાને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામાં નિલેશ બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો. ગત 16 માર્ચે કુદરતી હાજતે ગયેલા 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બાથરૂમનો દરવાજો ખખડાવતા નિલેશે દરવાજો ન ખોલતા દરવાજો તોડીને બહાર કઢાયો હતો. વહેલી સવારે મૃતકના પિતાએ દરવાજો તોડીને તેને બહાર કાઢ્યો હતો. સિવિલ હોસ્પિટલે ખસેડાતા તબીબે નિલેશને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મૃતક નિલેશ ચાવડા

જેતપુરની કોલેજના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
તો બીજી બાજુ જેતપુરની કોલેજના BCAના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીને લાયબ્રેરીમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનામાં પ્રોફેસરનું મૃત્યુ થયું હતું. ગત 03 માર્ચે તેઓ કોલેજની લાઇબ્રેરીમાં હતા, ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેને લઈ સ્ટાફ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે કર્મની કઠણાઇ કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. 

મૃતક પ્રકાશ ત્રિવેદી

ચાની કીટલીના માલિક અચાનક ઢળી પડ્યા હતા
આવી જ રીતે અગાઉ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ચાનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને હાર્ટઅટેક આવ્યો હતો. જેના કારણે તેઓ લારી પાસે જ ઢળી પડ્યા હતા. આ ઘટના પણ CCTVમાં કેદ થઇ હતી. સયાજીગંજ વિસ્તારમાં વર્ષોથી ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમસ ચંદુલાલ નાથાણી (ઉં.વ. 48)ને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. માત્ર 10 સેકન્ડમાં તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ વિસ્તારમાં ગમગીની ફેલાવી દેવા સાથે ચકચાર જગાવી મૂકી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ