બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / A video of a man risking his life to travel in Surat's Udhana has gone viral

સુરત / VIDEO : આ ક્યારે અટકશે ! ટેમ્પો પાછળ લટકીને જોખમી મુસાફરી કરી સુરતીએ, નજરચૂક થઈ હોત જાત જીવ

Dinesh

Last Updated: 11:47 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : સુરતમાં વધુ એક જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે, ઉધના વિસ્તારમાં વાહનોથી ધમધમતા રોડ પર એક શખ્સ પોતાનો જીવ જોખમમાં મુકી મુસાફરી કરતો નજરે ચડ્યો છે.

 

  • સુરતમાં વધુ એક જોખમી સવારી
  • વાહન પાછળ લટકીને કરી મુસાફરી
  • એક શખ્સે પોતાનો જીવ મુક્યો જોખમમાં

આજકાલ યુવાનો સ્ટંટના રવાંડે ચઢ્યા છે, ક્યારેક બાઇક પર તો ક્યારેક બીજી રીતે સ્ટંટ કરતાં તેમજ જોખમી મુસાફરી કરતા જોવામાં મળે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટંટના કેટલાય વીડિયો વાયરલ થાય છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે, તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટંટની અને જોખમી મુસાફરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર સુરતમાંથી જોખમી મુસાફરી કહો કે સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે 

જિંદગી રમત ?
સુરતી યુવાનોને પોતાની જિંદગી રમત લાગી રહી છે. કારણ કે, રોજ કોઈને કોઈ વિસ્તારમાં યુવાનો જીવલેણ સ્ટંટ કરતા નજરે પડે છે. તેવામાં ફરી સુરતના ઉધના વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક જીવના જોખમે એક ટેમ્પોની પાછળ લટકીને મુસાફરી કરતો જોવા મળ્યો છે. 

અકસ્માત થાય તો કોણ જવાબદાર?
તમે ખુદ તે યુવકની જીવલેણ હરકતના વીડિયોને જોઈ ચોંકી જશો તેવો છે. એવું લાગી રહ્યું છે કે,  જાણે તેને પોતાના જીવની કોઈ પરવા જ નથી. જો હાથની પક્કડ ઢીલી પડી અને તે રસ્તા પર પટકાયો તો. પાછળથી આવતી કાર તેના પર ફરી વળી તો શું હાલત થશે તેનો અંદાજ તમે લગાવી શકો છો. જોકે આ વીડિયો કોઈ કાર ચાલકે ઉતારીને વાયરલ કર્યો છે. જે સામે આવતા જ ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ