ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તાપીમાં કકળાટે વધારે એક પરિવારનો માળો વિખેર્યો, પુત્રી-પત્નીની હત્યા બાદ આત્મહત્યા
Last Updated: 07:50 PM, 27 June 2025
ADVERTISEMENT
Tapi News : ઘરકંકાસમાં વિખેરાયો પરિવારાયાની હ્રદય દ્રાવક ઘટના સામે આવી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યાં હતા. પત્ની અને દીકરીની શખ્સે કરી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પારિવારિક ઝઘડામાં હત્યા પછી આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો બનતા સમગ્ર તાપી જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.
ADVERTISEMENT
તાપી જિલ્લાનાં વરજાખમ ગામની ઘટના
ઘટના અંગે વિગતે મળી માહિતી અનુસાર તાપી જિલ્લાનાં વરજાખણ ગામમાં એક પરિવારને કોઇ મામલે ખટરાગ થયો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્ની અને પુત્રીની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ અગમ્ય કારણોસર પોતે પણ આત્મઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં છે. પોલીસ પણ સમગ્ર મામલે ચોંકી ઉઠી છે. આરોપી જતીન પટેલે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કૌભાંડની ટ્રેનિંગ / દિગ્ગજ નેતા અને તેનું બચ્ચું કૌભાંડ કરીને ફરાર થયા પણ પોલીસે ઝડપી લીધા
જતીન પટેલે આખા પરિવારને ખતમ કર્યો
ADVERTISEMENT
જતીન પટેલ નામના શખ્સે પત્ની અને પુત્રીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો હતો. હત્યા બાદ આરોપી જતીન પટેલનો ગળેફાંસો ખાઇ લીધો હતો. વરજાખણ ગામે ગામીત ફળિયામાં ચકચારી બનાવ બન્યો હતો.પારિવારીક ઝઘડાના કારણે આપઘાત કર્યાની આશંકા પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પત્ની સુલોચના પટેલ અને પુત્રી મિશ્વાકુમારીની હત્યા કર્યા બાદ આરોપી જતીન પટેલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત આસપાસનાં લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT