બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A tantric has been unearthed from Rupgarh fort in Dang

ક્રાઈમ / ડાંગમાં તાંત્રિક ટોળકી પોલીસના હાથે આવી, જમીનમાંથી સોનુ કાઢવાની વિધી કરતા, બાળકીને સાથે રાખી પહોચ્યા હતા ડૂંગર પર

Dinesh

Last Updated: 07:54 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખીને તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી, તે સમયે જ સ્થાનિક લોકોએ પર્દાફાશ કર્યો છે

  • ડાંગમાં તાંત્રિક ટોળકી ઝડપાઈ 
  • સોનું કાઢવાની વિધિ કરતા રંગેહાથ ઝડપાયા 
  • માસુમ બાળકીને સાથે રાખી કરતા હતા વિધિ


ડાંગના રૂપગઢ કિલ્લા પાસેથી એક તાંત્રિક ટોળકીનો પર્દાફાશ થયો છે. તાંત્રિક જમીનમાંથી સોનું કાઢવાની વિધિ કરતા સમયે રંગેહાથ ઝડપયા ગયો છે. તાપીના અલઘટ ગામનો પિતા પણ પોતાની દીકરીને લઈને આ વિધિ કરાવવા પહોંચ્યો હતો. 

સ્થાનિક લોકોએ પર્દાફાશ કર્યો 
રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખીને વિધિ કરવામાં આવી રહી હતી. તે સમયે જ સ્થાનિક લોકોએ પર્દાફાશ કર્યો છે. તાંત્રિક બારડોલીના બાબેન ગામનો વતની હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે પોલીસ પણ તપાસ શરૂ કરી છે.

ડીવાયએસપીનું નિવેદન
ડીવાયએસપી એસ જી પાટીલે જણાવ્યું કે, ચાર-પાંચ વ્યક્તિઓ રાત્રિના સમય નાની બાળકીને લઈ ડૂંગર પર જતા કેટલાક સ્થાનિક લોકોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરતા ત્યાં ખાડા ખોદેલા હતાં. જે મામલે શંકા જતા તે વ્યક્તિઓની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, તે લોકો તાંત્રિક વીધિ કરવા માટે ડૂંગર પર આવ્યા હતા તેમજ બાળકીને એટલા માટે સાથે લઈ આવ્યા હતા કે, તે ભગવાનનું સ્વરૂપ છે અને તે જે દિશામાં જાય અને જ્યાં જઈ ઉભી રહે ત્યાં સોનું નીકળશે. વધુમાં ડીવાયએસપી જણાવ્યું કે, આ મામલે વધુ તપાસ ચાલું છે.

ડીવાયએસપી એસ જી પાટીલ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ