બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / A stray dog mauled a 5 year old girl in Rajkot! Death on the spot, flesh tendons seen outside
Vishal Khamar
Last Updated: 12:01 AM, 5 December 2023
ADVERTISEMENT
રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાનને કારણે 5 વર્ષીય એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન 5 થી 7 જેટલા રખડતા શ્વાન બાળકી પર તૂટી પડ્યા હતા. જે બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
પાલિકાની બેદરકારીનાં કારણે બાળકી મોતને ભેટીઃ સ્થાનિકો
આ ઘટનાં બનતા માર્ગ પરથી પસાર થઈ રહેલા લોકો બાળકીને બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતું ત્યાં સુધી બાળકીનું પ્રાણ પંખેડુ ઉડી જવા પામ્યું હતું. ત્યારે આ બાબતે આજુબાજુનાં રહીશોએ જણાવ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં વોકળાનાં કારણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભેગા થતા હોય છે. આ બાબતે અનેક વખત રહીશો દ્વારા રાજકોટ મહાનગર પાલિકામાં લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજે નિર્દોષ બાળકી મોતને ભેટી હતી.
ADVERTISEMENT
પાલિકાની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા
રાજકો મહાનગર પાલિકા દ્વારા રખડતા કૂતરાનાં ત્રાસને લઈ ખસીકરણ અભિયાનને વેગવંતું બનાવી હતી. પરંતું લાખો રૂપિયાનાં ખર્ચ કરી ખસીકરણની કામગીરી થઈ હોવાનાં બણગા મહાનગર પાલિકા દ્વારા ફૂંકવામાં આવ્યા હતા. પરંતું આ ઘટના બાદ મહાનગર પાલિકાની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.