બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / A stampede during a music concert at CUST University in Kochi,

દુર્ઘટનાં / કોચીની CUST યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમ્યાન નાસભાગ, 4 વિદ્યાર્થીઓએ ગુમાવ્યો જીવ

Vishal Khamar

Last Updated: 09:24 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે સાંજે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન મોટી દુર્ઘટનાં સર્જાઈ હતી. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

  • કોચીમાં CUSAT યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમ્યાન થઈ નાસભાગ
  • નાસભાગને કારણે ચાર વિદ્યાર્થીઓના મોત નીપજ્યા
  • હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાની આશંકા

કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન મોટી દુર્ધટનાં સર્જાઈ હતી. યુનિવર્સિટીમાં થયેલ નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ અકસ્માત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો.

મળતી માહિતી મુજબ યુનિવર્સિટી કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમ્યાન અચાનક વરસાદ શરૂ થતા નાસભાગ થઈ

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓપન એર ઓડિટોરિયમમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વરસાદ શરૂ થયો હતો.  જેના કારણે લોકો ઓડિટોરિયમની અંદર દોડી ગયા. થોડી જ વારમાં ત્યાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીઓમાં બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નાસભાગમાં 15 વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મૃતદેહને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે યુનિવર્સિટીમાં આ અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં આજે ટેક ફેસ્ટનો છેલ્લો દિવસ હતો. ઘટના બાદ સ્થળ પર પહોંચીને વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી બહાર કાઢી રહ્યા છે. હાલ સમગ્ર કેમ્પસમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ