બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / A special campaign will be launched in Uttar Pradesh for Muslim women.

ઉત્તર પ્રદેશ / ભાજપ શરૂ કરશે 'શુક્રિયા મોદી ભાઈજાન' અભિયાન! મુસ્લિમ મહિલાઓને જોડવાનો ખાસ પ્લાન, સૂત્ર પણ આવ્યું બહાર

Kishor

Last Updated: 07:34 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી લોકસભાની ચૂંટણીને લઈને મુસ્લિમ મહિલાઓ માટે આગામી 2 જાન્યુઆરીના ઉત્તરપ્રદેશમાં શુક્રિયા મોદી ભાઈજાન નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે.

  • આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ધમધમાટ
  • આગામી 2 જાન્યુઆરીના ઉત્તરપ્રદેશમાં શુક્રિયા મોદી ભાઈજાન નામનું વિશેષ અભિયાન
  • 'ન દુરી  હૈ ન ખાઈ હે, મોદી હમારા ભાઈ હે' ની રખાઈ ટેગલાઈન 

આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મુસ્લિમ મહિલા મતદારોને પોતાની તરફ કરવા માટે ભારતીય જનતા પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. આગામી 2 જાન્યુઆરીના ઉત્તરપ્રદેશમાં શુક્રિયા મોદી ભાઈજાન નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં ઓછામાં ઓછી 1  હજાર મુસ્લિમ મહિલાઓને જોડવાનું લક્ષ્ય છે. મુસ્લિમ મહિલા મતદારોને રિઝવવા માટે આ યોજનાની ટેગલાઈન પણ રાખવામાં આવી છે.. આ ટેગલાઈન 'ન દુરી  હૈ ન ખાઈ હે, મોદી હમારા ભાઈ હે' રાખવામાં આવી છે.

હિજાબવાળી મહિલા PM બને તેવું સપનું, તમને ગમતી હોય તો પહેરો બિકિની: ઓવૈસીનું  નિવેદન | asaduddin owaisi on karnataka hijab row says free to wear bikini  who wants

ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ જણાવ્યું કે ‘શુક્રિયા મોદી ભાઈજાન’ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના માટે કરવામાં આવેલા કાર્યો વિશે માહિતી આપવામાં આવશે. આ સાથે જ એ પણ જણાવવામાં આવશે કે મુસ્લિમ મહિલાઓ શા માટે ભાજપની સરકારને મત આપવો જોઈએ.

મુસ્લિમ બાળકોને શિષ્યવૃતિ સહિતની યોજનાઓ વિશે સમજાવવામાં આવશે.

લઘુમતિ મોરચાના અધ્યક્ષે જણાવ્યું કે અલગ અલગ વિસ્તારમાં સંમેલનો કરીને મુસ્લિમ મહિલાઓને અલગ અલગ યોજનાઓ વિશે માહિતગારકરવામાં આવશે. જેમ કે ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, હજ ક્વોટામાં વધારો, મુસ્લિમ બાળકોને શિષ્યવૃતિ સહિતની યોજનાઓ વિશે સમજાવવામાં આવશે.

મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

અલીએ કહ્યું કે આ અભિયાન આગામી 2 જાન્યુઆરીએ યોજવામાં આવશે. જે આગામી 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓની મુસ્લિમ મહિલાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને આભારનું મેમોરેન્ડમ પણ આપ્યું હતું અને મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાચા અર્થમાં ભાઈ-બહેનનો સંબંધ કાયમ માટે સ્થાપિત કર્યો

આમ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ યુપીમાં ગત વખત કરતા વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે ભારતીય જનતા એડીચોટીનું જોર લગાવી રહી છે.  ત્યારે અભિયાનને ‘શુક્રિયા મોદી ભાઈજાન’ નામ આપવા પાછળનું પણ એક મોટું કારણ છે. જે એ છે કે મોદીએ વિવિધ યોજનાઓમાં મુસ્લિમ મહિલાઓને પ્રાથમિકતા આપીને સાચા અર્થમાં ભાઈ-બહેનનો સંબંધ કાયમ માટે સ્થાપિત કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ