બ્રેકિંગ ન્યુઝ
VTV / A snake caused a ruckus in 16000 houses, know why people are disturbed
Vishal Khamar
Last Updated: 11:07 PM, 20 May 2023
ADVERTISEMENT
કેટલીક વખત જ્યારે સાપ ઘરમાં ઘૂસી જાય છે ત્યારે ઘણી વખત નાસભાગ મચી જાય છે. પરંતુ અમેરિકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક સાપના કારણે 16000 ઘરોમાં એક જ સમયે કંઈક એવું બન્યું કે જેને જોઈને બધાની ઊંઘ હરામ થઈ ગઈ. હવે આને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. હકીકતમાં અમેરિકાના ઓસ્ટિન શહેરમાં એક ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં એક સાપ ઘુસી ગયો હતો. આ દરમિયાન તે ઈલેક્ટ્રીક સર્કિટના સંપર્કમાં આવ્યો. જેના કારણે પાવર ફેલ થઈ ગયો. આ ઘટના બાદ લગભગ 16 હજાર ઘરોની વીજળી ડુલ થઈ ગઈ હતી.
ઓસ્ટિન એનર્જીએ ટ્વિટ કરી લોકોને વીજળી ગુલ થવાનું કારણ જણાવ્યું
જાણવા મળતી માહિતી મુજબ આ ઘટના 16 મેના રોજ સવારે 1 વાગ્યે બની હતી અને લગભગ 16,000 ગ્રાહકોને અસર થઈ હતી. સાપના કારણે હજારો લોકોના ઘરની વીજળી ગુલ થઈ ગઈ હતી. ઓસ્ટિન એનર્જીએ ટ્વીટમાં કહ્યું કે સાપના કારણે લોકોના ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. એક સાપ તેમના એક સબસ્ટેશન પર વિદ્યુત સર્કિટના સંપર્કમાં આવ્યો. જેના કારણે લાઈટો જતી રહી હતી. એક કલાક બાદ ફરી વીજ પુરવઠો ચાલુ થયો હતો.
We're aware of an outage affecting several circuits in the East Austin area and have crews onsite assessing the situation. Thank you for your patience as we work to restore power as safely and quickly as possible. https://t.co/CUzgszlgRZ
— Austin Energy (@austinenergy) May 16, 2023
ADVERTISEMENT
આવા જીવોને પાવર હાઉસથી દૂર રાખવા ફેન્સિંગ કરાશે
ઓસ્ટિન એનર્જીના પ્રવક્તા મેટ મિશેલે જણાવ્યું હતું કે કંપની હવે આવા જીવોને પાવર હાઉસથી દૂર રાખવા સબસ્ટેશનની આસપાસ લો-વોલ્ટેજ ઇલેક્ટ્રિક સ્નેક ફેન્સિંગ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. ફેન્સીંગ વિશે બોલતા, ઓસ્ટિન એનર્જીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આશા છે કે, આ કાર્ય સાપ અને આવા જીવોના હસ્તક્ષેપને અટકાવશે.
Update: Wildlife interference can result in power outages. Today a snake crawled into one of our substations and made contact with an electrified circuit. All customers from this outage have been restored as of 2 p.m. today. Thank you for your patience.
— Austin Energy (@austinenergy) May 16, 2023
જાપાનમાં પણ આવી ઘટના બની હતી
ગયા વર્ષે જાપાનમાં પણ આવી જ એક ઘટના બની હતી. જ્યાં લગભગ 10,000 ઘરોમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ કિસ્સામાં પણ એક સાપ ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં પડ્યો હતો. જે બાદ તેનું મૃત્યુ થયું હતું. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, સાપ ત્યારે જ દાઝી ગયો જ્યારે તે ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો. તે જીવંત વાયરના સંપર્કમાં આવ્યો હતો અને પરિણામે સ્મોક એલાર્મ વાગ્યું હતું. જેથી છ ફાયર ફાઈટર સ્થળ પર દોડી ગયા હતા. ત્યારે તપાસ કરતા સાપ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ લગભગ 10,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.