ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Defenderના શોખીનો માટે મોટા સમાચાર, JLR લાવી રહી છે Baby Electric Defender, ફીચર્સ જોઈ રહી જશો દંગ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / Defenderના શોખીનો માટે મોટા સમાચાર, JLR લાવી રહી છે Baby Electric Defender, ફીચર્સ જોઈ રહી જશો દંગ

Last Updated: 07:40 PM, 18 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લક્ઝરી SUVના શોખીનો માટે Jaguar Land Rover એક મોટી ભેટ લાવવાની તૈયારીમાં છે. 2027માં નવી Baby Electric Defenderની એન્ટ્રી થવાની છે, જે નાની સાઇઝ સાથે દમદાર લુક અને ઓફ-રોડિંગ ક્ષમતાનું કોમ્બિનેશન લઈને આવશે.

1/6

photoStories-logo

1. નાની ડિફેન્ડર થશે લોન્ચ

લક્ઝરી SUV અને ઓફ-રોડિંગના શોખીનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. Jaguar Land Rover હવે પોતાની ફેમસ Defender ફેમિલીમાં એક નવું ઇલેક્ટ્રિક મોડલ ઉમેરવાની તૈયારી કરી રહી છે. આ નવી SUV હાલની Defender કરતાં સાઈઝમાં નાની હશે પરંતુ તેની ડિઝાઇન અને ઓફ-રોડિંગ DNA જાળવી રાખવાનો કંપનીનો પ્રયાસ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઇલેક્ટ્રિક ડિફેન્ડર

જગુઆર લેન્ડરોવર એક નાની અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક ડિફેન્ડર લાવવા તૈયારી કરી રહી છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ નવી SUV પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જો બધું પ્લાન મુજબ રહે તો 2027માં તે લોન્ચ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સાઈઝ નાની હશે

આ નવી મોડલ વર્તમાન ડિફેન્ડર 90, 110 130 કરતાં નાની હશે. તેની લંબાઈ આશરે 4.5 મીટરથી થોડી વધારે રહેવાની શક્યતા છે. કંપનીએ હજુ સુધી તેનું ઓફિશિયલ નામ જાહેર કર્યું નથી પરંતુ અમુક જગ્યાએ તેને ડિફેન્ડર સ્પોર્ટ કે ડિફેન્ડર 80 તરીકે ઓળખવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જીટીનું પણ પ્રોડક્શન થશે

JLRના વડા PB બાલાજીએ કંપનીની અર્નિંગ્સ કોલ દરમિયાન જણાવ્યું કે આ નાની ઇલેક્ટ્રિક ડિફેન્ડરનું પ્રોડક્શન આગામી વર્ષના અંતમાં શરૂ થશે. તે જ સમયે નવી રેન્જ રોવર જીટીનું પણ પ્રોડક્શન શરૂ થવાની યોજના છે. આ બંને મોડલ્સને ઇલેક્ટ્રિક મોડ્યુલર આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કોઈપણ રસ્તા પર દોડવાની ક્ષમતા

જેમાં કંપની ઇચ્છે છે કે આ નવી ઇલેક્ટ્રિક SUVમાં પણ ડિફેન્ડરનું મૂળ DNA જળવાઈ રહે. જેમાં મજબૂતાઈ, ઓફ-રોડિંગ ક્ષમતા અને કોઈપણ રસ્તા પર દોડવાની ક્ષમતા જેવી ખાસિયતો તેમાં જોવા મળે. આ માટે કંપની તેને અલગ-અલગ ઠંડા અને ગરમ હવામાનમાં ટેસ્ટિંગમાંથી પસાર કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડ્યુઅલ મોટર સેટઅપ

શારુઆતના અહેવાલો અનુસાર આ SUVમાં ડ્યુઅલ મોટર સેટઅપ હોઈ શકે છે જેથી ચારેય વ્હીલ્સ પર પાવર મળે અને ટ્રેક્શન વધુ સારું રહે. જેમાં ઇલેક્ટ્રિક વર્ઝન સિવાય કંપની તેનું હાઇબ્રિડ વર્ઝન પણ તૈયાર કરી રહી છે. જોકે તે ઇલેક્ટ્રિક મોડલ સાથે જ લોન્ચ નહીં થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jaguar Land Rover Electric Defender Defender Electric Car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ