બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં બોલેરો પલટી ખાતાં 3 લોકોના ઘટના સ્થળે મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

દર્દનાક / બોટાદમાં બોલેરો પલટી ખાતાં 3 લોકોના ઘટના સ્થળે મોત, 26 લોકો ઈજાગ્રસ્ત

Published By: Mit Soni

Last Updated: 04:29 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદમાં આવેલા મિલેટ્રી રોડપર ગોજારો અકસ્માત સર્જાયો છે. બોલરો પીકઅપમાં 26 જેટલા લોકો સવાર હતા આ દરમિયાન અચાનક ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાઈ ગઈ હતી. આ દર્દનાક ઘટનામાં 3 જેટલા લોકોના મોત થયા હતા અને 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

બોટાદમાં હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના લોકો પીકઅપમાં પોતાની વાડીએ જતા હતા આ દરમિયાન એકાએક પીકઅપ બોલેટો પલટી ખાઈ થઈ ગઈ અને અંદર સવાર 26 લોકોને ઇજા થઈ હતી અને 3 જેટલા લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના એટલી જોરદાર હતી કે લોકોના ટોળે ટાળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.

વધુ વાંચો: ગોડસેના સમર્થકો પાસેથી શીખવાનું કશું નથી, RSSના વખાણ પર ઘેરાયેલા દિગ્વિજય સિંહનો ખુલાસો

બોટાદના મિલેટ્રી રોડપર ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ બોલેરો પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના કઈ રીતે બની તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ એક જ કુટુંબના લોકો ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. બનાવમાં 3 જેટલા લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે પીકઅપમાં 26 જેટલા લોકો સવાર હતા અન આ બધા લોકો એક જ કુટુંબના હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો પોતાની વાડીએ જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

vtv app promotion

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના એટવી ભયાનક હતી કે હોસ્પિટલમાં પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના કઈ રીતે બની હતી તે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ બાદ જ સાચુ કારણ બહાર આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Botad Accident Pickup Bolero Accident Military Road Botad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ