બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગોડસેના સમર્થકો પાસેથી શીખવાનું કશું નથી, RSSના વખાણ પર ઘેરાયેલા દિગ્વિજય સિંહનો ખુલાસો

નેશનલ / ગોડસેના સમર્થકો પાસેથી શીખવાનું કશું નથી, RSSના વખાણ પર ઘેરાયેલા દિગ્વિજય સિંહનો ખુલાસો

Nirav Kumar

Last Updated: 03:46 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્વિજય સિંહે RSSને ગોડસેની વિચારધારાવાળું સંગઠન ગણાવ્યું છે. તેમને કહ્યું છે કે, RSS પાસેથી શીખવા જેવું કશું જ નથી. સિંહે સ્પષ્ટતા કરી કે, તેઓ વર્ષોથી સાંપ્રદાયિક RSS સામે લડી રહ્યા છે અને આગળ પણ લડતા રહેશે.

કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે RSSને ગોડસેની વિચારધારા ગણાવી છે. તેમને કહ્યું કે, તેઓ વૈચારિક લેવલે RSSના કટ્ટર વિરોધી છે અને કોંગ્રેસને "ગાંધીજીના હત્યારા" ગોડસેની વિચારધારામાંથી કંઈ શીખવાની જરૂર નથી. તેમને  તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપની સંગઠનાત્મક રચનાની પ્રશંસા કરી હતી. જેથી રાજકીય માહોલ ગરમી ગયો હતો. હવે તેમને કહ્યું છે કે, RSS પાસેથી શીખવા જેવું કશું જ નથી.  

દિગ્વિજય સિંહે RSSના શિસ્ત અને પાયાના કાર્યકરોને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી જેથી તેઓ અને તેમની પાર્ટી અવઢવમાં મૂકી ગી હતી. હવે તેમને કહ્યું છે કે, "મારે જે કહેવું હતું તે કહ્યું. હું છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસમાં છું અને વિધાનસભાથી લઈને સંસદ સુધી આ સાંપ્રદાયિક શક્તિઓ સામે લડ્યો છું. હું હંમેશા ભાજપ-RSSની વિચારધારાનો વિરોધ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ."

RSSની શિસ્ત વિશે પૂછવામાં આવતા દિગ્વિજએ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે,, "કોંગ્રેસને નાથુરામ ગોડસે જેવા હત્યારાઓના સમર્થકો પાસેથી કંઈ શીખવાની જરૂર નથી." સાથે તેમને એમ પણ ખ્યી હતું કે,  કોઈપણ સંગઠને સમયાંતરે પોતાને મજબૂત બનાવવાની જરૂર હોય છે.

  • થરૂરનું મળ્યું હતું સમર્થન

દિગ્વિજય સિંહના નિવેદનથી ભારે ચર્ચા શરૂ થી હતી એવામાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે દિગ્વિજય સિંહનો બચાવ કરતા કહ્યું કે, "કોઈપણ રાજકીય પક્ષ માટે શિસ્ત મહત્વની હોય છે. અમારી પાર્ટીનો 140 વર્ષનો લાંબો ઇતિહાસ છે, અને અમે અમારા ભૂતકાળમાંથી ઘણું શીખી શકીએ છીએ. તમે દિગ્વિજય સિંહ વિષે તેમને જ ખુદ જઇને પૂછો."

vtv app promotion

ઉલ્લેખનીય છે કે, આ વિવાદ શનિવારે શરૂ થયો હતો જ્યારે દિગ્વિજય સિંહે 1995નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જૂનો ફોટો શેર કર્યો હતો. જેમાં ફોટામાં પીએમ મોદી જમીન પર બેઠા હતા તેમની બાજુમાં તત્કાલીન ભાજપના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણી હતા. સિંહે સૂચવ્યું કે કોંગ્રેસે શીખવું જોઈએ કે RSS અને BJP તેમના પાયાના કાર્યકરોને કેવી રીતે આગળ લાવે છે.

વધુ વાંચો : 'રાહુલ ગાંધી પર વિદેશમાં નજર રખાય છે' સામ પિત્રોડાનો કેન્દ્ર સરકાર પર મોટો હુમલો

  • પવન ખેરાનું આકરું વલણ
    તો કોંગ્રેસના તેજતરાર પ્રવક્તા પવન ખેરાએ સ્પષ્ટ કરી દીધી હતું કે,"RSS પાસેથી શીખવા જેવું કંઈ નથી. ગોડસેના નામે જાણીતી સંસ્થા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થાને શું શીખવી શકે છે?"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Godse Digvijay Singh Rashtriya Swayamsevak Sangh
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ