બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A robber impersonated an employee at a hotel in Ahmedabad

ચકચાર / ‘લૂંટ કરવા આવ્યો છું’..માથામાં હથોડી મારતાંની સાથે જ બૂમાબૂમ થઇ, અને ગ્રાહકના સ્વાંગમાં આવેલો લૂંટારુ લોકોના હાથે ચડયો

Kishor

Last Updated: 11:40 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક હોટેલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ લૂંટારુએ કર્મચારીના માથામાં હથોડી  મારતાં જ કર્મચારીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે લોકોએ દોડી જઇ લૂંટારુને દબોચી લીધો હતો.

  • અમદાવાદના મણિનગર વિસ્તારની ઘટના
  • હોટેલમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યો લૂંટારું
  • લૂંટારુને ઝડપીને પોલીસને સોંપ્યો હતો

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની શોપમાં લૂંટ કરવા માટે આવેલા શખ્સને દબોચી લેવાની ચોંકાવનારી ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે ગઇકાલે મણિનગરમાં આવેલી હોટલ પ્રેજન્ટ લેકમાં લૂંટનો પ્રયાસ કરવા માટે આવેલા એક શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલ પ્રેજન્ટ લેકના કર્મચારીને માથાના ભાગે હથોડી મારીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે બૂમાબૂમ થતાં સિક્યોરિટી ગાર્ડ સહિતના લોકો આવી પહોચ્યા હતા અને લૂંટારુને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. 
મણિનગરના પુષ્પકુંજ ચાર રસ્તા પાસે આવેલ હોટલ પ્રેજન્ટ લેકમાં છેલ્લા આઠ મહિનાથી નોકરી કરતા વિશાલ ઠાકોરે મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટના પ્રયાસની ફરિયાદ કરી છે. રાતના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ વિશાલ નોકરી પર હાજર હતો અને રિસેપ્શન ટેબલ પાસે આવેલ સોફા પર આરામ કરી રહ્યો હતો ત્યારે એક ગ્રાહકને હોટલ તરફ આવતો જોઇને વિશાલે કાચનો દરવાજો ખોલીને તેને આવકાર આપ્યો હતો. 

હું ચોરી લૂંટ કરવા માટે આવ્યો છું, પૈસા રૂપિયા તેમજ લોકરની ચાવી ક્યાં છે

હોટલમાં એન્ટ્રી થતાંની સાથે જ ગ્રાહકે તેની પાસે રહેલી બેગમાંથી લોખંડની હથોડી કાઢીને વિશાલના કપાળના ભાગે મારી દીધી હતી. બીજો ઘા મારવા જતાં વિશાલે તેનો હાથ પકડી લીધો હતો. ત્યારે ગઠિયાએ કહ્યું હતું કે, હું ચોરી લૂંટ કરવા માટે આવ્યો છું, પૈસા રૂપિયા તેમજ લોકરની ચાવી ક્યાં છે. 

ચક્કર આવતાં વિશાલ નીચે પડી ગયો

જો કે વિશાલને ચક્કર આવતાં તે નીચે પડી ગયો હતો. પડતાં પડતાં તેણે ચોર ચોરની બૂમો પાડતાં સિક્યોરિટી ગાર્ડ અને હોટલનો અન્ય સ્ટાફ આવી ગયા હતા અને ગઠિયાને ઝડપી લીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે લૂંટારુને પકડીને ઇજાગ્રસ્ત વિશાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ