બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A new chemistry of fraud in the name of Ahmedabad police currency

ઓનલાઈન ફ્રોડ / મોબાઈલમાં અમદાવાદ પોલીસના ચલણના નામે આવો મેસેજ આવે તો ચેતજો, નહીંતર..', ગઠિયાઓના નવા કીમિયા અંગે પોલીસે કર્યા સચેત

Dinesh

Last Updated: 08:14 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પોલીસના ચલણના નામે ઠગાઈનો નવો કિમીયો અપનાવતા ઠગાઈખોરોથી સાવધાન, ચલણ ભરવા માટે આવતા મેસેજ પર ધ્યાન ન આપવા પોલીસનું સૂચન

  • અમદાવાદ પોલીસના ચલણના નામે ઠગાઈનો નવો કિમીયો
  • અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને કર્યા સચેત 
  • ચલણ ભરવા માટે આવતા મેસેજ પર ધ્યાન ન આપવા સૂચન 

અમદાવાદીઓ જો તમે અમદવાદ પોલીસના ચલણ ઓનલાઈન ભરો છો, તો થોડા સાવધાન થઈ જજો, કારણ કે, અયોગ્ય વેબ સાઈટ કે, ખોટી લિંક પર ક્લિક કરી દેશો તો ચલણ ભરવાના બહાને ઠગાઈનો ભોગ બની શકો છો. ઓનલાઈન ઠગાઈ કરતા ક્રિમિનલોએ એક નવો જ કિમિયો અપનાવ્યો છે, જેમાં ક્રિમિનલ્સ મહેનત ઓછી અને કમાણી મોટી થશે પરંતુ તમારા પૈસા એક ઝટકે ઉડી જશે અને ચલણ પણ ભરાશે નહીં. અમદાવાદ પોલીસના ચલણના નામે ઠગાઈનો નવો કિમીયો અપનાવ્યો છે.

શહેર પોલીસે નાગરિકોને કર્યા સચેત 
પોલીસના ચલણના નામે ઠગાઈ કરનારોથી સાવધાન કરવા માટે અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને સચેત કર્યા છે. અમદાવાદ શહેર પોલીસે ચલણ ભરવા માટે આવતા મેસેજ બાબતે ધ્યાન ન આપવા સૂચન કર્યા છે. અમદવાદ પોલીસના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરી નાગરિકોને જાગૃત કર્યા છે અને જણાવ્યું છે પોલીસ વિભાગનો ચલણ ઓનલાઈ ભરતી વખતે સાવધાની રાખો અને સચેત રહો જે પોલીસની ઓફિસિયલ વેબ સાઈટ પર જઈને જ ભરો તેમજ ખોટા મેસેજથી દૂર રહો. 

સાયબર ક્રાઈમના DCPનું નિવેદન
આ સમગ્ર મુદ્દે સાયબર ક્રાઈમના DCP અજીત રાજ્યને જણાવ્યું કે, અમુક લોકો ઈ-ચલણના નામે કૌભાંડ કરતા હોય તો તેનાથી સાવચેત રહેવું અને કોઈ નવા નંબરથી કોલ આવે અને કહે કે, ઈ ચલણ ભરવું છે ? તો તેનાથી સાવધાન રહેવું કેમ કે, પોલીસ ઈ-ચલણ ભરવા માટે ક્યારે કોલ કરતી નથી. તેમણે કહ્યું કે, પોલીસની ચલણવાળી વેબસાઈટ છે તે વેરિફાઈડ છે અને તેમાં કઈ જગ્યાનો ચલણ છે તે અને ફોટા સહિત વિગતો બતાવે છે અને ઠગાઈ કરાય તે વેબસાઈટ પર એવું કઈ જોવા મળતું નથી એટલે એવી બાબતો નાગરિકોને ચકાસવી જોઈએ તેમજ આપણે સૂઝ બુઝથી જોઈએ તો પણ એ વેબસાઈટ પરથી ખ્યાલ આવી જાય કે, આ ફેક હશે. અને આવી રીતે ઠગાઈના ઘણા કિસ્સાઓ બન્યા પણ છે. 

ઓનલાઈન ચલણ ભરવા માટે?
જો તમારે ઓનાઈલ અમદાવાદ પોલીસનો ચલણ ભરવો છે તો તમે અમદાવાદ પોલીસની ચલણ ભરવાની ઓફિશય વેબસાઈટ payahmedabadechallan.org  પર જઈ ઓનલાઈન મેમો ભરી શકો છો. જે વેબસાઈટ ખુલતા નીચે બતાવેલ ફોટા જેવી જોવા મળશે.

કઈ રીતે કરે છે ઠગાઈ?
અમદાવાદ શહેર પોલીસના નામે ચલણ ભરવાના નામે ઠગોએ ઓનલાઈન ઠગાઈ કરવાનો એક નવો જ રસ્તો અપનાવ્યો છે. જેમાં લોકોને ઓનલાઈન ચલણના નામે મેસેજ અથવા કોલ કરવામાં આવે છે અને જે મેસેજમાં એક લિંક પણ હોય છે જેમાં ચલણ ભરવાનું દર્શાવવામાં આવ્યું છે જે મારફતે નાગરિકોના પૈસા કાપી લે છે અને ઓનલાઈ ઠગાઈ કરી લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ