બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A major twist in the investigation in the Morbi Pool disaster case

BIG NEWS / મોરબી દુર્ઘટનાનો SIT રિપોર્ટ જાહેર, પુલ કેમ તૂટયો તેનો કારણો આવ્યા સામે, 49માંથી 22 કેબલ તો..

Dinesh

Last Updated: 04:36 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસઆઈટીની તપાસમાં મોરબી પૂલ તૂટવાનો પ્રાથમિક કારણ સામે આવ્યો છે. સક્ષમ ટેકનિકલ નિષ્ણાત અને પરામર્શ વિના સમારકામ કાર્ય કરાવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી ન હતી

  • મોરબી પૂલ દુર્ઘટના કેસમાં તપાસનો મોટો વળાંક 
  • એસઆઈટીની તપાસમાં પૂલ તૂટવાનો પ્રાથમિક કારણ સામે આવ્યો
  • પાલિકાની જનરલ બોર્ડમાં પૂર્વ મંજૂરી લેવાઈ જ ન હતી


મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોટો વળાંક આવ્યો છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી વિશેષ તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. એસઆઈટીની તપાસમાં પૂલ તૂટવાનો પ્રાથમિક કારણ સામે આવ્યો છે. ઓરેવા કંપની અને મોરબી નગર પાલિકા વચ્ચે થયેલા કરાર અંગે જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. આ કરારમાં ઓરેવા કંપની અને નગર પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ અને ઉપ પ્રમુખના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. સમગ્ર મામલે જનરલ બોર્ડની પૂર્વ સંમતી પણ માંગવામાં આવી ન હતી. અને કરાર બાદ પણ સંમતી બાબતે પણ કંઈ પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.

શુ આવ્યું રિપોર્ટમાં
મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર આ કરાર કરવો જોઈતો ન હતો. મોરબી પાલિકાના મુખ્ય અધિકારી તથા ઉપપ્રમુખ કરાર મુદ્દે કંઈ પણ ખાસ બાબતો ધ્યાનમાં રાખી નહી, તેમજ ટેકનીકલ બાબતોના જાણકારોના સલાહ સૂચન વગર સમારકામ કરી દીધું હતું એટલું જ નહી પરંતું સમારકામ કાર્ય શરૂ કર્યું તેના પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની પણ તપાસ કરવામાં આવી ન હતી.

અકસ્માતમાં બાકીના 27 વાયર તૂટી ગયા હતા
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે સમાધાનના મુદ્દાને યોગ્ય રીતે લીધો ન હોવાનું પણ એસઆઈટીના રિપોર્ટમાં સામે આવ્યું છે. સક્ષમ ટેકનિકલ નિષ્ણાત અને પરામર્શ વિના સમારકામ કાર્ય કરાવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી ન હતી. 49 માંથી 22 કેબલ પહેલેથી જ તોડી નાખવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આ કેબલ બ્રિજ તૂટી પડતા પહેલા જ કેટલાક તાર કપાઈ ગયા હતા. જ્યારે અકસ્માતમાં બાકીના 27 વાયર તૂટી ગયા હતા. નવા સસ્પેન્ડર સાથે જૂનું સસ્પેન્ડર જોડવામાં આવ્યું હતું. 

બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો 
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ