બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A letter was written to Gulab Singh and Ganiben to pay the 500 crores announced by the Gujarat government for Gaushala Panjarapol immediately

બનાસકાંઠા / જાહેર કરેલા 500 કરોડ ગૌશાળાને ન ચૂકવાતા ગૌભક્તો ઉપવાસ આંદોલન પર, 2 MLAએ લખ્યો CMને પત્ર

Vishnu

Last Updated: 06:57 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌશાળા પાંજરાપોળ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ ૫૦૦ કરોડ નાણાં સત્વરે ચૂકવવા અને ગૌભક્તોના આંદોલનને ટેકો આપતો પત્ર ગુલાબસિંહ અને ગેનીબેને લખ્યો છે

  • વાવ અને થરાદના MLAએ CMને લખ્યો પત્ર
  • ગૌશાળા માટે 500 કરોડ ચૂકવવા લખ્યો પત્ર
  • થરાદમાં ગૌભક્તો કરી રહ્યા છે ઉપવાસ

રાજ્ય સરકારે 2022-23ના બજેટમાં ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય આપવા અંગે જાહેરાત કરી હતી. જે તે સામે સરકારે જાહેરાત કરીને 500 કરોડ રૂપિયા ચૂકવવા અંગે નિર્ણય લીધો હતો. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય ન ચુક્વતા સંચાલકો લાલઘૂમ થયા છે.બે ગૌ ભક્તો (૧) રાણા ભાઈ રાજપૂત (૨) રમેશભાઈ ગામોટ એ અન્નનો ત્યાગ કરી થરાદ ખાતે ધરણાં ચાલુ કર્યા છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

બંને કોંગી ધારાસભ્ય દ્વારા પત્રમાં શું માંગ કરાઈ
ગુજરાત સરકાર દ્વારા આશરે આઠેક માસ પહેલા ગુજરાત સરકારના બજેટ'માં ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળની ગૌ-માતા માટે રૂપિયા ૫૦૦ (પાંચશો)કરોડ આપવાની જાહેરાત કરેલ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ નાણાં ગૌ શાળાઓને ચૂકવવામાં આવેલ નથી જેના માટે ગૌશાળા સંચાલકો તથા ગૌ ભક્તો સંતો મહંતો દ્વારા આ ૫૦૦ કરોડની માગણી માટે અલગ અલગ સ્તરે સરકારને રજૂઆત કરવા છતાં અને ગૌ શાળા સંચાલકો અને ગૌ ભક્તોએ વિનંતી કરવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક પત્યુતર મળેલ નથી કે ફળદાઇ કામ થયેલ ન હોય

રાજ્ય સરકારે 2022-23ના બજેટમાં કરી છે 500 કરોડની સહાય
નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હાલ ૧૭૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે.  જેમાં  75 હજાર જેટલા રખડતા બિનવારસી , કતલખાને જતા અને બીમાર પશુઓને સાર સંભાળ રાખવામાં આવી રહી છે. જિલ્લાની મોટા ભાગની ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર ચાલતી હતી. તેવામાં આવેલી કોરોના મહામારી બાદ દાનની સરવાણી ઘટી પડતાં  ગૌશાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા હતા આ દરમિયાન ગુજરાત સરકારે  2022-23ના બજેટમાં ગૌશાળાઓને ૫૦૦ કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ સહાયને લઈને દાન આવતું બંધ થયું છે અને હવે  સરકાર દ્વારા પણ સહાય ન ચૂકવાતા ગૌધનના નિભવમાં મુશ્કેલી પડી  રહી છે.

ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય ક્યારે?
મહત્વનું છે કે દેશના ઘણા રાજ્યોમાં સરકાર ગૌ શાળા અને પાંજરાપોળને કાયમી સહાય આપે છે. જેમાં ગૌ શાળામાં રહેલા પશુધનના આધારે પ્રતિ પશુ દૈનિક સહાય આપવામાં આવે છે. પણ ગુજરાતમાં આવી કોઈ સુવિધા નથી. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. પણ તેની અમલવારી યોગ્ય રીતે થતી ન હોવાના ગૌ શાળા સંચાલકો આરોપો કરી રહ્યા છે. રજિસ્ટર્ડ ગૌ શાળાના પશું દીઠ 30 રૂપિયાની સહાય જાહેર કરી હતી પણ તે આજની તારીખ સુધી ન અપાઈ હોવાનો દાવા સાથે હવે ગૌભક્તો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ