બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / A high school in Kenya suffered from a mysterious disease at the same time

OMG.! / રહસ્યમયી બીમારીના ચપેટમાં આવ્યો આ દેશ, 10 છોકરીઓ પગ જ નથી કરી રહ્યા કામ, મચ્યો કોહરામ

Kishor

Last Updated: 12:24 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્યાના કાકામેગા શહેરની સેન્ટ થેરેસા એરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાં એકી સાથે અનેક છાત્રો રહસ્યમય રોગનો ભોગ બનતા નાસભાગ મચી છે.

  • કેન્યામાં રહસ્યમય રોગનો અજગરી ભરડો
  • શાળામાં છોકરીઓના પગમાં પેરાલિસિસની ફરિયાદના ઉઠતા સનસનાટી
  • કાકામેગા શહેરની સેન્ટ થેરેસા એરેગી ગર્લ્સ હાઈસ્કૂલનો બનાવ

કેન્યામાં એક રહસ્યમય રોગે અજગરી ભરડો લીધાની ડરામણી ઘટના સામે આવી છે. અહીંની શાળામાં છોકરીઓના પગમાં પેરાલિસિસની ફરિયાદના ઉઠતા સનસનાટી મચી ગઇ છે. સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર કેન્યામાં લગભગ 100 સ્કૂલનાં બાળકોએ તેમના પગમાં લકવાનાં લક્ષણોની જાણ કરતા હાહાકાર મચી ગયો છે. સાથે જ મોટાભાગની છોકરીઓ લકવાની સ્થિતિને લઈને ચાલી શકે તેવી પણ હાલતમાં ન હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના કાકામેગા શહેરની સેન્ટ થેરેસા એરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી સામે આવી હોવાનું માનવામાં આવે છે. પરિણામે હાલ શાળા બંધ કરી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે...

આફ્રિકન મીડિયા દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર બુધવારે કાઉન્ટી એજ્યુકેશન ઓફિસર બોનફેસ ઓકોથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે 95 લકવાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. જ્યારે બીબીસીના અહેવાલ મુજબ, શાળાની વિદ્યાર્થીનીઓને લકવાને કારણે ચાલવામાં તકલીફ ઉભી થતી હતી. પરંતુ આ રોગ કયો છે તે સમગ્ર મામલે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે આ માસ હિસ્ટીરિયા હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

આ ઘટનને લીધે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને  પીડિત છોકરીઓના લોહી અને પેશાબના નમૂના કઈ કેન્યા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (કેઈએમઆરઆઈ)માં મોકલાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે પોસ્ટ કર્યું, 'કેન્યામાં ઘણી સ્કૂલની વિદ્યાર્થિનીઓને રહસ્યમય બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ