બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A girl's body was found in a drain on Sayla Highway in Surendranagar

સુરેન્દ્રનગર / આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? બાળકીના મૃતદેહ પર મળ્યા ખરાબ નિશાન, તાંત્રિક વિધિ કરી હોવાની આશંકા

Malay

Last Updated: 02:58 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર નાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીની તાંત્રિક વિધિ માટે હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરાઈ છે.

 

  • સુરેન્દ્રનગરમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો
  • શાપર પાસેથી મળ્યો બાળકીનો મૃતદેહ
  • તાંત્રિક વિધિ માટે હત્યા થઈ હોવાની આશંકા

વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો. નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે. સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કાં તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કાં તો મરણમૂડી ખોવી પડી હોય. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગઈ છે. 

નાળામાંથી મળી આવ્યો બાળકીનો મૃતદેહ
સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર શાપર પાસેથી નાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. એકથી દોઢ વર્ષની બાળકીના મૃતદેહના માથા તેમજ ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. બાળકીનો તાંત્રિક વિધિ માટે હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બાળકીના ફોટાને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ આ બાળકી કોણ છે અને તેના માતા-પિતા કોણ છે તે અંગે તપાસ ચલાવી રહી છે. 

સંતાન પ્રાપ્તિના નામે દંપતી સાથે છેતરપિંડી
આપને જણાવી દઈએ કે, 3 દિવસ અગાઉ જ રાજકોટ જિલ્લામાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો. અંધશ્રદ્ધાનો ભોગ બનેલા દંપતીએ ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના લોધિકાના કાંગશીયાળી ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા બકુલભાઈ ચાવડાના વર્ષ 2013માં ભારતીબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓને સંતાન થતું ન હોતું. ઘણી દવાઓ અને અનેક ડોક્ટરોને બતાવ્યા બાદ ભારતીબેનના સારા દિવસો શરૂ થયા હતા. ગર્ભવતી થયાના ત્રણ મહિના બાદ ભારતીબેને સોનોગ્રાફી કરાવતા બાળક ખોડ ખાપણવાળુ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જે બાદ તેઓ બીજા ડોક્ટરને બતાવવા માટે ગયા હતા. એ ડોક્ટરે પણ તેમને બાળક ખોડ ખાપણવાળુ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ દંપતી ડોક્ટર પાસે દવા કરાવવાની જગ્યાએ ન્યારા ગામના ભુવા પાસે દોરા ધાગા કરાવવા ગયા હતા. 

ભુવાએ કહ્યું હતું- હું બધુ સરખુ કરી દઈશ
ન્યારા ગામના ભુવા મહેન્દ્ર મુછડિયાએ દાણા જોઈને કહ્યું હતું કે, હું બધુ સરખુ કરી દઈશ, તમે ડોક્ટરને બદલી નાખો. આ માટે મારે એક વિધિ કરવી પડશે. જેથી આ બકુલભાઈ અને ભારતીબેન ભુવાની વાતમાં આવી ગયા હતા અને વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયા હતા. ભુવાએ આ દંપતિ પાસેથી વિધિના બહાને સવા લાખથી વધુ રૂપિયા પડાવ્યા હતા. જોકે, ભારતીબેને રૂપિયા આપ્યા બાદ અવિકસિત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ તેઓ બાળકને લઈને ભુવા પાસે ગયા હતા. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, એક વર્ષમાં તમારું બાળક સરખું થઈ જશે. જે બાદ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા આ દંપતીએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યો હતો. વિજ્ઞાનજાથા દ્વારા ભુવાનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. દંપતી દ્વારા ભુવા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ