બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / A crow was needed for shooting and as if God had done a miracle! Know the moment of Ramanand Sagar's Ramayana

મનોરંજન / શૂટિંગ માટે કાગડાની જરૂર હતી અને જાણે ભગવાને જ કર્યો ચમત્કાર! રામાનંદ સાગરની રામાયણનો આ કિસ્સો જાણી રૂંવાડા ઊભા થઈ જશે

Megha

Last Updated: 03:28 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાનંદ સાગર 'રામાયણ' 1980ના દાયકાની લોકપ્રિય સિરિયલ હતી. સિરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ એક પોસ્ટ શેર કરીને રસપ્રદ કિસ્સો જણાવ્યો છે.

  • રામાનંદ સાગર 'રામાયણ' 1980ના દાયકાની લોકપ્રિય સિરિયલ હતી.
  • લોકોને આ સિરિયલ સાથે જોડાયેલી કહાનીઓ સાંભળવામાં રસ છે. 
  • સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ એક કિસ્સો શેર કર્યો. 

રામાનંદ સાગર 'રામાયણ' 1980ના દાયકાની લોકપ્રિય સિરિયલ હતી. જેમાં રામ તરીકે અરુણ ગોવિલ, સીતા તરીકે દીપિકા ચિખલિયા અને લક્ષ્મણ તરીકે સુનિલ લહેરી જોવા મળ્યા હતા. આ સિરિયલમાં સ્વર્ગસ્થ દારા સિંહે હનુમાનનું પાત્ર ભજવ્યું હતું અને અરવિંદ ત્રિવેદીને રાવણના પાત્રમાં દર્શાવવામાં આવ્યા હતા. 

આ સિરિયલ 25 જાન્યુઆરી, 1987 થી 31 જુલાઈ, 1988 સુધી પ્રસારિત થઈ હતી અને હજુ પણ આ સિરિયલને દર્શકો તરફથી એટલો જ પ્રેમ મળી રહ્યો છે. આ શોને જેટલો વધુ પસંદ કરવામાં આવ્યો તેટલો જ તેના ફેન્સને તેની સાથે જોડાયેલી કહાનીઓમાં વધુ રસ છે. આજે અમે તમને આવઆ જ એક રસપ્રદ કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.. 

આ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં એમને આ કિસ્સો જણાવ્યો છે. જે કહેવા માંગે છે કે ભગવાન રામ તેમના ભક્તોની દરેક રીતે મદદ કરે છે. દીપિકા ચિખલિયાએ કહ્યું કે, "રામાયણના સેટ પર સીન શૂટ કરવામા આવી રહ્યો હતો જેમાં રામ જી (બાળપણનું સ્વરૂપ) કાગડાઓ સાથે રમી રહ્યા હતા. આ સીન શૂટ કરવામાં ઘણી મુશ્કેલી પડી, કારણ કે કોઈએ કાગડાને પાળી શકતા નથી અને કાગડા કોઈ પાસે આવતા પણ નથી. સાથે જ ઉમરગાંવમાં એટલા કાગડા દેખાતા નથી, ત્યાં ઘણા સાપ હતા. તે દિવસે સાગર સાહેબે (રામાનંદ સાગર) મને કહ્યું કે આ સીનને કારણે તેઓ રાત્રે સૂઈ શકતા નથી. તેઓ સમજી શક્યા ન હતા કે અમે આ સીન કેવી રીતે કરીશું.'

વાંચવા જેવુ: 2024માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન, જુઓ મચ અવેઈટેડ ફિલ્મોનું લિસ્ટ

દીપિકા ચિખલિયાએ વધુમાં કહ્યું, 'જ્યારે તેઓ સેટ પર ગયા ત્યારે ખૂબ જ પરેશાન હતા પરંતુ હજુ ત્યાં બેઠા કે તુરંત જ કાગડાનો અવાજ સંભળાયો. હું મારા મેકઅપ રૂમમાંથી જોઈ રહી હતી. રામાનંદ સાગર હાથ જોડીને કાગડા સાથે વાત કરી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે તેઓને શું થયું છે, તેઓ હાથ જોડીને કાગડા સાથે શું વાત કરી રહ્યા છે. મે એમને પૂછવાનું વિચાર્યું પરંતુ ત્યાં સુધીમાં તે અંદર ચાલ્યા ગયા હતા.' દીપિકાએ વધુમાં કહ્યું કે 'આજે પણ મને યાદ છે કે ભગવાન રામે કેવી રીતે અમારી મદદ કરી હતી. તે એક અદ્ભુત અનુભવ હતો.'

આ કથા વિશે કહેવામાં આવે છે કે રામાનંદ સાગરે ભગવાન રામની પ્રાર્થના કરી હતી. એમને કહ્યું હતું કે હે ભગવાન રામ, કૃપા કરીને આ દ્રશ્યમાં અમારી મદદ કરો. અમારે આ સીન શૂટ કરવાનો છે, પણ કાગડા અમારી નજીક આવતા નથી.' ભગવાન રામે રામાનંદ સાગરની પ્રાર્થના સાંભળી. બીજા દિવસે સવારે જ્યારે તેઓ શૂટિંગ માટે સેટ પર પહોંચ્યા તો ત્યાં એક કાગડો બેઠો હતો. તે કાગડો સતત રામજી પાસે જતો હતો અને તેમની સાથે રમી રહ્યો હતો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ