બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / A commotion over CCTV cameras in the girls toilet of a school in Pune

શર્મસાર / કલંકિત ઘટના: આચાર્યએ ગર્લ્સ ટોયલેટમાં લગાવ્યા CCTV, પરિવારે દોડાવી દોડાવીને ઢીબી નાખ્યો, જુઓ વીડિયો

Kishor

Last Updated: 10:17 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુણેના તલગાવ ખાતે આવેલ ડી.વાય. પાટીલ સ્કૂલમાં આચાર્યએ સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાં સીસીટીવી કેમેરા રાખતા હંગામો મચી ગયો હતો. જેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આચાર્યને લામધારી નાખ્યો હતો.

  • પુણેની એક સ્કૂલ ચર્ચાના ચકડોળે ચડી
  • શાળાના આચાર્યએ કર્યું શર્મથી માથું ઝૂકી જાય તેવું કામ
  • સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાં સીસીટીવી કેમેરા રાખતા હંગામો

પુણેની એક સ્કૂલ ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં સ્કૂલના ગર્લ્સ ટોયલેટમાં સીસીટીવી કેમેરા રાખવાનો મામલો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. આ વિવાદ બહાર આવતાની સાથે જ વાલી તાત્કાલિક સ્કૂલે દોડી ગયા હતા. જ્યાં સંડોવાયેલ આરોપી સામે આકરામાં આકરી સજાની માંગ ઉઠાવી હતી. સાથે સાથે સ્કૂલ તંત્રની મીઠી નીચે હેઠળ આ સમગ્ર લીલા ચાલતી હોવાના ધગધગતા આરોપ લગાવ્યા હતાં.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ ગાજતા મુદ્દા અંગે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને જાણ થતાની સાથે જ કાર્યકર્તાઓ તલગાવ ખાતે આવેલ ડી.વાય. પાટીલ સ્કૂલ ખાતે દોડી ગયા હતા. જ્યાં હંગામો મચાવ્યો હતો અને પ્રિન્સિપાલને દોડાવી દોડાવીને માર માર્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાથે સાથે સ્કૂલના આ પ્રિન્સિપાલ અભ્યાસ કરતા વધુ ઈસાઈ ધર્મનો પ્રચાર કરતા હોવાના પણ આરોપ લાગ્યા છે.  ઉપરાંત હિન્દુ ધર્મના તહેવાર દરમિયાન વિદ્યાર્થીઓને રજા પણ ન આપતા હોવાની ફરિયાદ ઉઠતા હડકંપ મચ્યો છે.

પ્રિન્સિપાલને લાંબી રજા આપી દેવામાં આવી 
મહત્વનું છે કે ડી.વાય. પાટીલ સ્કૂલ મોટા ગજાની અને પ્રતિષ્ઠિત સ્કૂલોની હરોળમાં આવતી હોવાથી અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા આવતી હતી. આ દરમિયાન વોશરૂમમાં સીસીટીવી જુન મહિનાના વેકેશન દરમિયાન લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ એક વિદ્યાર્થીનીને જાણ થતા તેમણે વોશરૂમમાં કેમેરા અંગેની સમગ્ર વિગત પોતાના પરિવારજનો ને જણાવવી હતી. બાદમાં સમગ્ર કોભાંડ ઉઘાડું પડ્યું હતું અને વાલીઓ તથા બજરંગ દળ અને હિન્દૂ પરિષદના આગેવાનો સ્કૂલ ખાતે દોડી ગયા હતા. આ મામલે પોલીસમાં પર લેખિત અરજી કરવામાં આવી છે જોકે હજુ સુધી એફઆઇઆર નોંધાઈ નથી. તો સમગ્ર પ્રકરણને ઢાંકવા મામલે સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલને લાંબી રજા આપી દેવામાં આવી છે. હાલ સ્કૂલના વોશરૂમમાંથી સીસીટીવી પણ હટાવી લેવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ