બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / A case was registered against Kang for calling the farmers Khalistani

મુંબઈ / હવે બરોબરની ફસાઈ: કંગના રનૌત સામે ગુનો દાખલ થયો, ખેડૂતોને ખાલિસ્તાની કહેવું ભારે પડ્યું

Published By: Ronak

Last Updated: 08:34 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌત સામે ગુનો દાખલ થવામાં આવ્યો છે. થોડાક સમય અગાઉ તેણે આંદોલ કરી રહેલા ખેડૂતોને ખાલીસ્તાની કહ્યા હતા. જેને લઈને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • કંગના રનૌત સામે મુંબઈમાં ગુનો દાખલ થયો 
  • ખેડૂતોને ખાલીસ્તાની કહેવું ભારે પડ્યું 
  • અગાઉ કંગનાએ આઝાદી મુદ્દે આપેલું વિવાદીત નિવેદન 

ફિલ્મ અભિનેત્રી કંગના તેના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. થોડાક દિવસો પહેલા તેણે સ્વતંત્રતા મુદ્દે તેમજ મહાત્મગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું જેને લઈને તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ થયો છે. ત્યારે વધુમાં ફરી તેની સામે મુંબઈમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. 

અન્નદાતાઓને ખાલિસ્તાની કહ્યા હતા 

કંગનાએ ખેડૂત આંદોલન કરી રહેલા અન્નદાતાઓને ખાલિસ્તાની ગણાવ્યા હતા. જેને લઈને તેનો ઘણો વિરોધ થયો હતો અને હાલ તેની સામે મુંબઈમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો વીશે કંગના રનૌતે સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરી હતી. જેને લઈને વિવાદ થયો હતો. 

રાષ્ટ્રપતિને પત્ર લખી પદ્મશ્રી પરત લેવાની માગ કરાઈ હતી 

સમગ્ર મામલે કંગના સામે FIR દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. સાથેજ રાષ્ટ્રપતિ કોવિંદને પણ પત્ર લખીને તેનો પદ્મશ્રી એવોર્ડ પરત લેવા માટે વાત કરવામાં આવી હતી. જોકે હવે આ સમગ્ર મામલે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ઈન્સ્ટાગ્રામ પર કરી હતી વિવાદીત પોસ્ટ

થોડાક દિવસો પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ત્રણ પોસ્ટ કરી હતી. જેમા કંગનાએ કહ્યું હતું કે જો ધર્મ ખોટા કામ સામે વિજય પ્રાપ્ત કરે છે તો તે સારી બાબત છે. પરંતુ જો ખોટા કામ  ધર્મ પર વિજય પ્રાપ્ત કરે તો તે ખોટું કામજ કહેવાય છે. ખોટા કામનો તમે સાથ આપશો તમે પણ ખોટા કહેવાશો. 

ખેડૂતોને ખાલીસ્તાની આતંકી કહ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાસ્ટોરી પર કંગનાએ અગાઉ એવું પણ કહ્યું હતું કે ખાલીસ્તાની આતંકીઓ ભલે આજે સરકારનો હાથ મરોડી રહ્યા છે. પરંતુ તે મહિલાને તેઓ ન ભૂલે. જે એકમાત્ર મહિલા વડાપ્રધાન હતી. જેણે તમને તમારા પગ નીચે કચડ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy FIR Farmers kangna ranaut એફઆઈઆર કંગના રનૌત ખેડૂતો વિવાદ Kangana Ranaut

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ