બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / A car was passing on the road and suddenly stones started falling from above

VIDEO / રસ્તા પરથી કાર પસાર થઇ રહી હતી અને અચાનક ઉપરથી ધડાધડ પથ્થરો પડવા લાગ્યાં અને પછી..., જુઓ શું થયું

Priyakant

Last Updated: 11:34 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Landslide in Solan News: કાર ચાલકોનું નસીબ સારું હતું કે મૃત્યુ તેમની નજીકથી પસાર થયું હતું અને કાટમાળના મોટા પથ્થરો કાર પર ન પડ્યા

  • હિમાચલ પ્રદેશના સોલનથી એક ચોંકાવનારો વીડિયો
  • હિમાચલ પ્રદેશમાં ભારે ભૂસ્ખલનનો વિડીયો સામે આવ્યું 
  • કાર પસાર થતી હતી અને અચાનક ઉપરથી ધડાધડ પથ્થરો પડવા લાગ્યાં 

હિમાચલ પ્રદેશના સોલનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હિમાચલના પરવાનુ શિમલા ફોરલેનમાં દાત્યાર પાસે પહાડનો કાટમાળ રસ્તા પર પડ્યો હતો. આ દ્રશ્ય કેટલું ખતરનાક છે, તે આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ કાટમાળ તે સમયે પડ્યો હતો જ્યારે બે સફેદ રંગની કાર રોડ પરથી આવી રહી હતી. કાર ચાલકોનું નસીબ સારું હતું કે મૃત્યુ તેમની નજીકથી પસાર થયું હતું અને કાટમાળના મોટા પથ્થરો કાર પર પડ્યા ન હતા. 

સોલનમાં બનેલ આ ઘટનામાં જો આ પથ્થરો વાહન પર પડ્યા હોત તો મોટી ઘટના બની શકી હોત. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વાહનો શિમલાથી ચંદીગઢ જઈ રહ્યા હતા. ભૂસ્ખલનની આ મોટી ઘટના બાદ પણ તમામ મુસાફરો સુરક્ષિત છે. ગઈકાલે પણ ધરમપુર કસૌલી રોડનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો જેના કારણે આ રસ્તો 10 દિવસ સુધી બંધ રાખવો પડ્યો હતો. હવે કસૌલી જવા માટે વાહનોને સુખી જોડી પાસેથી પસાર થવું પડે છે.

પહાડોમાં ભૂસ્ખલન એક સામાન્ય ઘટના
ઉનાળાના આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજાઓ ગાળવા અને ગરમીથી રાહત મેળવવા માટે પહાડી વિસ્તારો તરફ વળે છે. વરસાદની મોસમમાં હિમાચલમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવે છે. જોકે વહીવટીતંત્ર દ્વારા હાઇ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ તેમના ઘરની બહાર ન નીકળે જ્યાં સુધી તે અત્યંત જરૂરી ન હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ