બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:55 PM, 25 July 2025
દેશની કોર્ટમાં ફરી એકવાર ભષ્ટ્રાચારના આરોપોએ અફરાતફરી મચાવી દીધી છે.આ મામલો જસ્ટીસ યશવંત વર્મા સાથે જોડાયેલો છે.પહેલા તે દિલ્લી હાઈકોર્ટમાં હતા.હવે તેમનુ ટ્રાંસફર અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ ગયું છે.વિપક્ષે તેમની સામે મહાભિયોગ કરવાની માંગ કરી છે.પરંતુ રાજ્ય સભામાં તે પ્રસ્તાવની મંજૂરી આપવામાં આવી નથી.જેના લીધી સંસદ અને લોકો વચ્ચે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રસ્તાવ રાજ્યસભામાં ક્યારે પણ ઔપચારિક રીતે સ્વીકારવામાં આવ્યો નથી.એટલા માટે તેને પાછો લેવાનો સવાલ જ ઉભો થતો નથી.
ADVERTISEMENT
જો પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે.તો ત્રણ લોકોની ટીમ બનાવામાં આવશે.જેમાં એક સુપ્રીમ કોર્ટનો જજ,એક હાઈકોર્ટનો જજ અને એક જાણીતા કાનૂની નિષ્ણાતનો સમાવેશ થશે. આ સમિતિ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ કરશે અને સંસદમાં રિપોર્ટ રજૂ કરશે.
ઓપરેશન સિંદૂર પર ચર્ચા પછી જ નિર્ણય લેવામાં આવશે: સૂત્રો
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા પછી જ આ મુદ્દો સત્તાવાર રીતે ઉઠાવવામાં આવશે. એટલે કે, જ્યાં સુધી આ દરખાસ્તની રાહ જોવાની સ્થિતિમાં રહેશે. નોંધનીય છે કે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવ્યા પછી આ મામલાની ચર્ચા ચારે બાજુ થઈ રહી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો: 'શસ્ત્રો અને શાસ્ત્ર બંને જરૂરી...' CDS અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર પર કહી મોટી વાત
કિરન રિજિજુએ તમામ પક્ષો સાથે વાત કરી
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમને કહ્યું હતું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે અને તેથી જ તમામ રાજકીય પક્ષોના સાંસદો આ પ્રસ્તાવને એકસાથે સમર્થન આપી રહ્યા છે. તેમને એમ પણ કહ્યું કે આ પ્રસ્તાવ પર અત્યાર સુધીમાં 100 થી વધુ સાંસદોના હસ્તાક્ષરો મળી ચૂક્યા છે. આમાં મુખ્યત્વે શાસક ગઠબંધનના સભ્યોનો સમાવેશ થાય છે. વિપક્ષી સાંસદોના હસ્તાક્ષરો પણ ટૂંક સમયમાં સામેલ થવાની શક્યતા છે.
સુપ્રીમ કોર્ટે પણ મોટી ભૂમિકા ભજવી હતી, તપાસ રિપોર્ટ હજુ જાહેર નથી
સુપ્રીમ કોર્ટે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. તેમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલા નાગુ, હિમાચલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જીએસ સંધવલ અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનનો સમાવેશ થતો હતો. તેમને 4 મેના રોજ તત્કાલીન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને પોતાનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો.
ADVERTISEMENT
જોકે, આ રિપોર્ટ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. તેમાં હજુ પણ ઘણા પ્રશ્નોના જવાબો મળ્યા નથી. મુખ્ય ન્યાયાધીશે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને પત્ર લખીને જસ્ટિસ વર્માને પદ પરથી દૂર કરવાની ભલામણ પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને વર્મા પાસેથી રાજીનામું પણ માંગ્યું હતું પરંતુ તેમને તેનો ઇનકાર કરી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.