બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'શસ્ત્રો અને શાસ્ત્ર બંને જરૂરી...' CDS અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર પર કહી મોટી વાત

નિવેદન / 'શસ્ત્રો અને શાસ્ત્ર બંને જરૂરી...' CDS અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર પર કહી મોટી વાત

Last Updated: 05:36 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CDS અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરને લઈને મોટુ નિવેદન આપ્યું છે.અને કહ્યું છે કે 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે અને સેનાએ સંપૂર્ણપણે સતર્ક રહેવાની જરૂર છે

CDS જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે અને સેનાએ હંમેશા સૌથી વધુ સતર્ક રહેવું પડશે. તેમને કહ્યું કે યુદ્ધ માટે હથિયાર અને શાસ્ત્ર જ્ઞાન બંને જરૂરી છે. અનિલ ચૌહાણે વધુમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે, અને સેનાએ દરેક પરિસ્થિતિમાં 24x7, 365 દિવસ તૈયાર રહેવું પડશે. તેમને જણાવ્યું હતું કે યુદ્ધ ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શાસ્ત્ર એટલે કે જ્ઞાનથી પણ લડવામાં આવે છે.

તમને વધુમાં કહ્યું કે આજનું યુદ્ધ પારંપરિક અને આધુનિક રીતનું મિશ્રણ છે.જેમાં કાઈનેટિક અને નોન કાઈનેટિક એમ બંને રણનીતિઓ સામેલ છે.આ પહેલી,બીજી અને ત્રીજી પેઢીના યુદ્ધની ટેક્નિકનું સમન્વય છે.

સંસદમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવામાં આવી હતી.
ગુરુવારે, કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલાનો ભારતે વળતો જવાબ આપ્યો હતો.તો વળી રાજ્યસભામાં વિદેશ મંત્રી કિર્તી વર્ધન સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર આતંકવાદીઓને ઠેકાણાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું.ભારતની કાર્યવાહી જવાબી હતી અને તેમને આતંકવાદીઓના ઠેકાણાઓને ને નષ્ટ કર્યા હતા.

વધુ વાંચો: જો 30 સીટો વધારે મળી હોત તો આજે કોંગ્રેસ સરકાર હોત, OBC સંમેલનમાં ખડગેનો વસવસો

શું ઓપરેશન સિંદૂર આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું?

સરકારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઓપરેશન સિંદૂર આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કર્યું કે તે ભારતની મજબુત પ્રતિભાવ હતો. સરકારે કહ્યું કે પાકિસ્તાને ભારતીય નાગરિક અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તમામ મોટા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

ભારતીય હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને POKમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો અને 100 થી વધુ આતંકવાદીઓને ખાત્મો કર્યો હતો. ભારતે પાકિસ્તાની એરબેઝ અને લશ્કરી ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો, ખાસ કરીને જ્યારે પાકિસ્તાને ભારતીય લશ્કરી અને નાગરિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

10મેના રોજ યુદ્ધવિરામ
ચાર દિવસની સતત હુમલો કર્યા બાદ, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ભારતનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Operation Sindoor CDSAnil Chauhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ