ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જો 30 સીટો વધારે મળી હોત તો આજે કોંગ્રેસ સરકાર હોત, OBC સંમેલનમાં ખડગેનો વસવસો

નેશનલ / જો 30 સીટો વધારે મળી હોત તો આજે કોંગ્રેસ સરકાર હોત, OBC સંમેલનમાં ખડગેનો વસવસો

Last Updated: 03:51 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના રાષ્ટ્રાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ OBC સમ્મેલનમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ કટાક્ષ કર્યો છે. તેમણે જ્ઞાતિને લઈને થતાં ભેદભાવ પર કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે. જાણો શું કહ્યું ખડગેએ ?

ADVERTISEMENT

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આજે OBC મહાસમિટી સંમેલનમાં સંબોધન આપતા સમયે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે,

'મોદી સરકાર સામાજિક ન્યાયના મુદ્દા પરથી પલાયન કરી રહી છે અને પછડાયેલી જાતિઓને તેમનો અધિકાર નથી આપી રહી.'

ખડગેએ આરોપ મૂક્યો કે પીએમ મોદી "ખોટું બોલવાની આદત" ધરાવતા નેતા છે અને તેમનો નારો હવે 'સબકા સાથ, સબકા વિકાસ' ના રહીને 'સબકા વિનાશ' બની ગયો છે.

રાહુલ ગાંધીની કરી પ્રશંસા

ખડગેએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું,

"રાહુલ ગાંધી સુવર્ણ જાતિમાં આવે છે, પરંતુ તે પછડાયેલી જાતિ, દલિત અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તમે તેમના સાથ કેમ નહીં દો?"

તેમણે ઉમેર્યું કે,

'રાહુલ ગાંધી દરેક વર્ગ માટે લડી રહ્યા છે અને આ જ કોંગ્રેસની વિચારધારા છે.'

PM મોદી પર આરક્ષણ રોકવાનો આક્ષેપ

ખડગેએ પીએમ મોદી પર આક્ષેપ કર્યો કે તેઓ શૈક્ષણિક રીતે પછડાયેલી જાતિ અને વંચિત સમુદાયો માટે આરક્ષણ આપવાનું ટાળી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે પીએમ મોદી પહેલાં સુવર્ણ જાતિમાંથી હતા, પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી પોતાને પછડાયેલી જાતિમાં સામેલ કરાવ્યું. ખડગે આગળ કહ્યું,

"PM મોદી પોતાને ભલે પછડાયેલી જાતિ કહેતા હોય છે, પરંતુ તેમના નિર્ણયો પછડાયેલી જાતિઓના વિરુદ્ધ હોય છે."

30 બેઠક વધુ હોત તો કોંગ્રેસની સરકાર...

ખડગે 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો પર પણ ચર્ચા કરી. તેમણે દાવો કર્યો કે જો કોંગ્રેસને 30 વધુ બેઠક મળી હોત, તો આજે દેશમાં તેમણે સરકાર બનાવી હોત. ખડગેએ ભારપૂર્વક કહ્યું,

"કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી સામાજિક ન્યાયના મુદ્દા પર લડી હતી.જો કોંગ્રેસને 30 વધુ બેઠક મળી હોત, તો અમે સરકાર બનાવી શકતા હતાં."

વધુ વાંચો: સૈયારા ફિલ્મ જોઇને જાગ્યો જુનો પ્રેમ, બે બોયફ્રેંડ થિયેટરની બહાર જ બાખડ્યાં

મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરકાર પર સામાજિક ન્યાયના મુદ્દે અભ્યાસ અને આરક્ષણના વિરુદ્ધ ઘણા આક્ષેપ કર્યો છે. તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mallikarjun Khadge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ