ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સૈયારા ફિલ્મ જોઇને જાગ્યો જુનો પ્રેમ, બે બોયફ્રેંડ થિયેટરની બહાર જ બાખડ્યાં

મધ્ય પ્રદેશ / સૈયારા ફિલ્મ જોઇને જાગ્યો જુનો પ્રેમ, બે બોયફ્રેંડ થિયેટરની બહાર જ બાખડ્યાં

Last Updated: 03:18 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ થિયેટરમાં રીલીઝ થયેલી ફિલ્મ સૈયારા ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જોઈને લોકોની વ્યક્ત થતી લાગણીના વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક છોકરીના બે બોયફ્રેંડનો વીડિઓ વાયરલ થઈ રહ્યો છે. જાણો શું છે વીડિયોમાં?

ADVERTISEMENT

બોલિવુડ ફિલ્મ 'સૈયારા' હાલ થિયેટરમાં ખુબ ચાલી રહી છે અને યુવા વર્ગને અત્યંત પસંદ આવી રહી છે. અ ફિલ્મની યુવાનો પર અસર પણ એટલી જ હદે વધી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં કોઈ રડી રહ્યું છે તો કોઈ ચીસો પાડી રહ્યું છે. કોઈ કપડાં ઉતારી રહ્યું છે તો કોઈ પોતાની પ્રેમિકા સાથે ડાન્સ કરી રહ્યું છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોઝમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો પણ એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં બે છોકરાઓ વચ્ચે એક છોકરી માટે ઝગડો થઈ રહ્યો છે. ઝગડો એટલી હદે વધી જાય છે કે બંને યુવક મારામારી પર આવી જાય છે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ ઘટના?

સૈયારા ફિલ્મનો ક્રેઝ

આ ફિલ્મ રિલીઝ પછી અત્યાર સુધીમાં લગભગ 165.46 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યું છે અને યુવાનોમાં આ ફિલ્મને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એવા કેટલાક અહેવાલો અને વીડિયો પણ સામે આવ્યા છે કે લોકો ફિલ્મ જોઈને થિએટર માં જ બેહોશ થઈ ગયા હતાં. પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

થિએટરની બહાર ઝગડયા પ્રેમી

આ કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બનેલો છે, જ્યાં 'સૈયારા' ફિલ્મ જોઈને થિયેટરની બહાર જ બે છોકરાઓ વચ્ચે ગર્લફ્રેન્ડને લઇને ઝઘડો થઈ ગયો. તે સમયે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂ બહાર હતી. હવે આ ઝઘડાના વીડિયોને કેટલીક વ્યક્તિએ મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કરી દીધો છે.

ઝઘડો શાંત કરવા લોકો વચ્ચે પડ્યા

આ ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે બંને યુવક શાંત થવાનું નામ નતા લેતા. ત્યાં ભેગી થયેલી ભીડમાંથી કેટલાક લોકોએ આ યુવકોને શાંત પાડવા પ્રયત્ન કર્યો. તેમ છતાં યુવકો સમજી રહ્યા ન હતાં.

પોલીસ ફરિયાદ ન થઈ

એક રસપ્રદ બાબત એ છે કે આ મામલામાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી. અહીં, બંને છોકરાઓ એકબીજાને મારી રહ્યા હતાં અને ત્યાં હાજર લોકોએ પણ આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થયો અને લોકો પોતાના પ્રતિસાદ આપવામાં વ્યસ્ત રહ્યા.

વધુ વાંચો : જમાઇએ સસરાના ઘરે કર્યું તાંડ, 2 એમ્બ્યુલન્સ સાથે કર્યો હુમલો 10 ઘાયલ

આ વાયરલ વીડિયોમાં ઘણા ફની રિએકશન આવી રહ્યા છે. એક યૂઝર લખે છે- "સૈયારાના સાઇડ ઇફેક્ટ અને બીજા એક યુઝરે લખ્યું "ગર્લફ્રેન્ડ ક્યાં છે ભાઈ?"

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saiyaara review Saiyara viral video Saiyaara impact
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ