ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જમાઇએ સસરાના ઘરે કર્યું તાંડ, 2 એમ્બ્યુલન્સ સાથે કર્યો હુમલો 10 ઘાયલ

કાંડ / જમાઇએ સસરાના ઘરે કર્યું તાંડ, 2 એમ્બ્યુલન્સ સાથે કર્યો હુમલો 10 ઘાયલ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:25 PM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPના બારાબંકી માંથી એક ઘટના સામે આવી છે જેમાં એક જમાઈ અને ગામના લોકો વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

ઉત્તરપ્રદેશમાંથી ફરી એક વખત એક મોટી ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ બે એમ્બ્યુલન્સ અને વાનમાં 20 થી વધુ લોકોને લઈને તેના સાસરે ગુંડાગીરી કરવા પહોચ્યો હતો. ગામના લોકો અને જમાઈ વચ્ચે ઝપાઝપી થતા તેમાં 10 લોકો ઘાયલ થયા છે અને આ મામલે પોલીસે ગંભીર ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.

ઉત્તરપ્રદેશના બારાબંકીના રસોલી ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના એવી હતી કે એક વ્યક્તિ જે તે ગામનો જમાઈ હતો તે 20 લોકોને લઈને 2 એમ્બ્યુલન્સ અને એક વાનમાં આવ્યો. અને ગામમાં આવીને તેણે તાંડવ મચાવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકના આ ગામમાં મહિના પહેલા જ લગ્ન થયા ગતા અને તેણે આવીને મારપીટ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે.

આ ઘટનાને નજરે જોનારા ગામના લોકોએ જણાવ્યું કે જયારે આટલા બધા લોકો એકસાથે આવ્યા ત્યારે તેમને સમજણ જ ના પડી કે શું થઇ રહ્યું છે. તેમાં થોડી વારમાં ગાડીઓ માંથી એક પછી એક યુવકો ડંડા, લોખંડની ચેન અને ધારદાર હથિયાર લઈને ઉતર્યા અને ઉતરતાની સાથે જ મારધાડ પર ઉતરી આવ્યા. અને આ ઝપાઝપીમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા જેમાંથી 6 લોકોની હાલત વધુ ગંભીર છે.

ગાડીની સ્પીડ બાબતે ગરમાયો મામલો

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 32 વર્ષના નાઈમા બાનોએ જણાવ્યું કે 20 જુન 2025 ના રોજ તેમની દીકરી ઝોયાના લગ્ન લખનૌના દુબગ્ગાના નિવાસી મોહમ્મદ દાનીશ સાથે થયા હતા, કહેવામાં આવી રહ્યું છે કે દાનીશ હમેશા કાર સ્પીડમાં ચલ્વતો અને તેના ઓવર સ્પીડિંગના કારણે ગામના લોકો તેને ટોકતા હતા. અને જેના લીધે તેમના વચ્ચે બોલાચાલી થઇ હતી.

UP

ગામમાં બીજા એક ઝખ્મી થયેલા ઝુબેરે જણાવ્યું કે બુધવારે ફરી ઓવર સ્પીડિંગના મુદ્દે બબાલ થઇ હતી. અને તે સમયે પોલીસે સમયસર સ્થળ પ્ર્ફોચીને મામલો થાળે પાડી દીધો હતો. પછી બીજા દિવસે એટલે કે ગુરુવારે દાનીશ એમ્બ્યુલન્સ અને ગાડીમાં 20 લોકો ને લઈને આવ્યો અને તે બધા પાસે દંડા, લાકડી, ચેન જેવા ધારદાર હથિયાર હતા. તેણે આવતા જ કહ્યું કે " હવે જોઉં છું કોણ રોકે છે" અને તેણે મારપીટ શરુ કરી દીધી હતી. આ ઘટનામાં જે ગામના લોકો વચ્ચે પડ્યા તેમને ખુબ મારવામાં આવ્યા. ઝુબેરે જણાવ્યું કે લગ્ન પછી ઘણીવાર દાનીશ ગામમાં સ્પીડમાં ગાડી ચલ્વતો હતો અને તેના માટે ગામના લોકોએ તેને ઠપકો પણ આપ્યો હતો.

જમાઈએ લગાવ્યા આરોપ

આ ઘટના પછી હોસ્પિટલમાં ભરતી થયેલા દાનીશે કહ્યું કે તેના ઉપર હુમલો થયો છે. તેણે આરોપ લાગાવ્યો છે કે ગામના છોકરાઓ તેની સાળી અને અન્ય છોકરીઓ સાથે છેડતી કરતા હતા. જયારે ટે તેના મિત્રો સાથે તેમને સમજાવા ગયો તો ગામના લોકોએ તેના પર હુમલો કરી દીધો.

ઘટનાનો વીડિયો વાયરલ

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે 2 એમ્બ્યુલન્સ અને એક વાન ગામની વચ્ચે ઉભી છે અને લોકો ડંડા અને લાકડી વડે મારપીટ કરી રહ્યા છે. આ એક પૂર્વનિયોજિત ઘટના ક્રમ હોવાનું ગામના લોકો જણાવી રહ્યા છે જેને આધારે પોલીસે ફરિયાદ નોંધી છે.

વધુ વાંચો: તે પુરૂષ છે કંઇ પણ કરી શકે છે, આ વીડિયો જોઇ તમે જીંદગીમાં બ્રેડ નહી ખાઓ

Vtv App Promotion 1

પોલીસ તપાસ શરુ

બારાબંકી પોલીસે આ ઘટનાને પગલે ફરિયાદને આધારે તપાસ ચાલુ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Barabnaki news, Uttarpradesh Police

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ