બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A bill on compulsory teaching of Gujarati will be introduced in the House today

ગાંધીનગર / આજે ગૃહમાં રજૂ કરાશે ફરજીયાત ગુજરાતી ભણાવવા અંગેનું બિલ, નિયમનો ભંગ કરનારને થશે આટલાં હજારનો દંડ

Priyakant

Last Updated: 08:05 AM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં આજે વિધાનસભાની 2 બેઠકો મળશે, આજે ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક રજૂ થશે,  બપોર બાદ પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પ્રથમ દિવસ

  • ગાંધીનગરમાં આજે વિધાનસભાની 2 બેઠકો મળશે 
  • સવારે 10 થી 2.30 વાગ્યા સુધી પ્રથમ બેઠક
  • ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક રજૂ થશે
  • બીજી બેઠક બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૂ થશે
  • બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે, ક્લાઈમેટ ચેંજ પર બીજી બેઠકમાં ચર્ચા થશે
  • પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પ્રથમ દિવસ

ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યની શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે. આજે એટલે કે 28મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં આજે વિધાનસભાની 2 બેઠકો મળશે. જેમાં પહેલી બેઠક સવારે 10 થી 2.30 વાગ્યા સુધી અને બીજી બેઠક બપોરે ૩.૩૦ વાગ્યાથી શરૂ થશે. નોંધનીય છે કે, બીજી બેઠક પ્રશ્નોતરી કાળથી શરૂ થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે પ્રથમ દિવસ છે. 

ગુજરાત વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો યોજાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વિધાનસભાની 2 બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠક સવારે 10 થી 2.30 વાગ્યા દરમિયાન ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક રજૂ થશે. આ સાથે બીજી બેઠક બપોરે ૩.૩૦ વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગના પ્રશ્નો સહિતના પ્રશ્નો પર ચર્ચા થશે. 

વિધાનસભામાં પહેલી બેઠકમાં શું ? 
ગુજરાત વિધાનસભામાં આજે પ્રથમ બેઠક દરમિયાન ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયક રજૂ થશે. જેમાં ફરજીયાત ગુજરાતી ભાષા શિખવા મામલે મહત્વની જોગવાઈ છે. શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ થશે ભાષાને લગતો આ નવા કાયદામાં ગુજરાતી ભાષા માટે તમામ બોર્ડની શાળાઓને પણ આવરી લેવામાં આવશે. ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવું પડશે. જોકે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને યોગ્ય કારણો સાથે લેખિત વિનંતીના આધારે મુક્તિ અપાશે. 

ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબતે વિધેયકમાં દંડની જોગવાઈ

  • એક મહિના અથવા પ્રથમ વખતે ઉલ્લંઘન થાય તો રૂ.50 હજાર નો દંડ
  • બીજીવાર ઉલ્લંઘન થાય તો રૂ.1 લાખ નો દંડ
  • એક જ મહિના મા ત્રીજી વાર ઉલ્લંઘન થાય તો રૂ.2 લાખનો દંડ
  • એક વર્ષ સુધી નિયમોનું ઉલ્લંઘન થાય તો શાળાનું જોડાણ રદ્દ કરાશે 
  • શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોર ગૃહમાં ગુજરાતી ભાષા સંદર્ભે બિલ રજૂ કરશે

વિધાનસભામાં બીજી બેઠકમાં શું ? 
આજે વિધાનસભામાં બીજી બેઠક બપોરે 3.30 વાગ્યાથી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય, પરિવાર કલ્યાણ વિભાગના પ્રશ્નો, તબીબી શિક્ષણ, તાંત્રિક શિક્ષણના પ્રશ્નો, વૈધાનિક અને સંસદીય, પ્રવાસનના પ્રશ્નો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન પર્યાવરણના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે ક્લાઈમેટ ચેંજ પર બીજી બેઠકમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો પ્રથમ દિવસ છે. 

ફરજિયાત શિક્ષણને લઈ શું કહ્યું હતું શિક્ષણમંત્રીએ ? 
અગાઉ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, 'આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદનાની ભાષા  છે અને સમન્વયની ભાષા છે. એટલે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવું કવિઓ કહે છે.વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે.' રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે,'રાજ્યના દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નઓથી આવતો તેની સામે કાર્યવાહી થશે'

ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે
તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્યું હતું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોની રજૂઆત મળી છે. જેથી ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. જો કે, ત્યારબાદ હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે તૈયારી બતાવી છે.

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે 'ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ