બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A big revelation on VTV about the Vastadi-Chuda bridge of Surendranagar
Malay
Last Updated: 11:31 AM, 25 September 2023
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગરમાં વસ્તડી-ચુડાને જોડતા બ્રિજના ધરાશાયી થવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગતરોજ ધરાશાયી થયેલા બ્રિજને 15 દિવસ અગાઉ થીગડા મારીને જ તંત્રએ સંતોષ માન્યો હતો. તંત્રએ થીગડા મારી કલરકામ કરી પુલ શરૂ કરી દીધો હોવાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો પુલ પર ભારે વાહનોને અવર-જવર ન કરવાની ચેતવણી હોવા છતાં ડમ્પર પસાર થયું હતું. ગઈકાલે ડમ્પર પસાર થતાં જ પુલનો ભાગ ધરાશાયી થયો હતો. હાલ પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હજુ પણ ડમ્પર અને 2 બાઈક નદીમાં જ છે.
ADVERTISEMENT
14-15 કલાક બાદ અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર
આ ઘટનાના 14-15 કલાક વિત્યા તંત્ર ગાઢ નિંદ્રામાં જાગ્યું હતું. દુર્ઘટનાને 14-15 કલાક વિત્યા બાદ અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશ મકવાણા અને પ્રાંત અધિકારી પણ 16 કલાક બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે વાહન અને હપ્તાખોરીના આક્ષેપ પર પ્રાંત અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. જોકે, દુર્ઘટના બાદ અવરજવર માટે હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. બ્રિજ તૂટવાથી રસ્તો બંધ થતા અવરજવર બંધ થઈ છે. લોકોને 15થી 20 કિમી વધુનું અંતર કાપી જવું પડી રહ્યું છે.
ગતરોજ ધરાશાયી થયો હતો બ્રિજ
રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો ગતરોજ પણ યથાવત રહ્યો. ગઈકાલે સુરેન્દ્રનગરમાં મોટી બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. સુરેન્દ્રનગરના વસ્તડીનો જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી. ખાસ વાત એ છે કે ખખડધજ બ્રિજ મામલે VTV ન્યૂઝ દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવા છતાં તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જેને લઈને દુર્ઘટના સર્જાઈ હતી.
ડમ્પરમાં સવાર 4 લોકોનું કરાયું હતું રેસ્ક્યૂ
110 ગામને જોડતો બ્રિજ ધરાશાયી થતા ગામોનો સંપર્ક તૂટ્યો છે. બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતી. આ વેળા બ્રિજનો ભાગ નીચે ત્રાટકતા ડમ્પર સીધું જ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે
નોંધનીય છે કે, આ મામલે 21 ઓગસ્ટના રોજ VTV ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો. જર્જરિત બ્રિજ અંગેનો VTV ન્યૂઝે અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર જાગ્યું હતું. પરંતુ તંત્રએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો અને યોગ્ય સમારકામ ન થતા બ્રિજ ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT