બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / A 33-year-old youth died of a heart attack in Rajkot

દુઃખદ ઘટના / રાજકોટમાં વધુ એક યુવકનું હ્રદય ખોટકાયું.! 33 વર્ષનો રાજકુમાર રાત્રે સૂતા પછી ઉઠ્યો જ નહીં, પરિવારમાં આક્રંદ

Malay

Last Updated: 10:17 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: રાજકોટમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, ગતરાત્રિએ અચાનક બેભાન થઈ ગયો 33 વર્ષીય યુવક, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો.

  • હાર્ટએટેકના લીધે વધુ એક મોત 
  • 33 વર્ષીય રાજકુમાર આહુજાને આવ્યો હાર્ટએટેક 
  • રાત્રિ દરમિયાન રાજકુમાર થયા હતા બેભાન 
  • હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા 

Rajkot Heart Attack News: છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોક છવાયો છે.મ 

મૃતકઃ રાજકુમાર આહુજા

33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત 
મળતી માહિતી અનુસાર, રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે. 

ગઈકાલે સામે આવ્યા હતા ત્રણ બનાવો
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો છે. ગઈકાલે એક જ દિવસમાં હાર્ટ એટેકની ત્રણ ઘટના સામે આવી હતી. જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા હતા તો એક યુવાનને બચાવી લેવાયો હતો. મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ફરજ પર હાજર ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો હતો.

સુરતમાં માતાજીની મૂર્તિ લેવા ગયેલા યુવાનનું મોત
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં અમર રાઠોડ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. ઈચ્છાપોરમાં યુવાન નવરાત્રી નિમિતે માતાજીની મૂર્તિ લેવા ગયો હતો. આ વેળાએ પહેલા છાતીમાં દુખાવો થયો હતો, પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતું. જોકે, ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડ્યો હતો અને તે જીવલેણ સાબિત થતાં યુવકનું મોત નિપજ્યું હતું.

પાવાગઢમાં એક યુવાને બચાવી લેવાયો
પાવાગઢ ડુંગર પર નવરાત્રીને લઈ ભારે ભીડ વચ્ચે યાત્રિક યુવાનને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર આપી તેનો જીવ બચાવી લેવાયો છે.  મધ્યપ્રદેશથી માતાજીના દર્શને આવેલા યાત્રિક યુવાનને હાર્ટ એટેક આવવાના લક્ષણો દેખાયા હતા. હાર્ટ એટેક આવ્યાના લક્ષણોને લઈ યુવાનને મંદિર ટ્રસ્ટે ચાલુ કરલા ઈમરજન્સી સેવામાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને સમયે સારવાર આપતા તેનો જીવ બચી ગયો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ