બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 19-year-old youth died of a heart attack during Garba practice in Jamnagar

દુઃખદ / જામનગરમાં માત્ર 19 વર્ષના યુવકને ગરબા પ્રેક્ટિસમાં હાર્ટ એટેક આવતા નિધન, ચાર જ દિવસમાં આવી બીજી ઘટના

Malay

Last Updated: 10:17 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત, પરિવાર પર પણ દુઃખનું આભ ફાટ્યું હોય તેવી સર્જાઈ સ્થિતિ

  • ગરબા રસિકો માટે સાવધાનીરુપ કિસ્સો આવ્યો સામે 
  • 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ દરમિયાન મોત
  • 19 વર્ષીય વિનીત કુંવરિયાનું હદય રોગના હુમલાને કારણે મોત

Jamnagar News: કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હવે ગરબા રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો યુવક
નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગરબા ક્લાસીસમાં 19 વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

મૃતક વિનીત કુંવરિયા

પરિવારમાં શોકનો માહોલ
આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. હાલ વિનીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે. 

રાજકોટમાં ચા પીધા બાદ યુવકને આવ્યો હતો હાર્ટ એટેક
તાજેતરમાં જ રાજકોટમાં ચા પીધા બાદ હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનો અને હાલ કોઠારિયા રોડ પર આવેલ તિરુપતિ નગરમાં રહેતો અશોક નાયક નામનો યુવક રાબેતા મુજબ સાઈટ પર કલર કામ કરવા માટે ગયો હતો. જ્યાં સાઈટ પાસે ચા પીધા બાદ અશોક અચાનક ઢળી પડ્યો હતો. 

ત્રણ વર્ષની દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા
જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેમાં ઈએનટી સ્ટાફે અશોક નાયકને મૃત જાહેર કર્યો હતો. અશોક નાયકના મૃત્યુથી  3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી, તો પરિવારમાં પણ માતમ છવાયો હતો.

મૃતક ચિરાગ પરમાર

જૂનાગઢમાં યુવાનનું ગરબા રમતા રમતા થયું હતું મોત
4 દિવસ અગાઉ જૂનાગઢના 24 વર્ષીય યુવકને ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. નવરાત્રીની પ્રેક્ટિસ દરમિયાન ચિરાગ પરમાર નામનો યુવક અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ