બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / A 16-year-old Jain girl went without a grain of food for 110 days

અતૂટ આસ્થા / 110 દિવસ સુધી અન્નના એક દાણા વિના રહી 16 વર્ષની જૈન દીકરી, માત્ર પાણી પર કર્યા ઉપવાસ, કઠોર તપસ્યા પર ગુરુઓને હતો વિશ્વાસ

Priyakant

Last Updated: 03:25 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jain Girl 110 Day Fast News: જૈન ધર્મના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કેટલાક સાધુ-સાધ્વીઓએ આવી તપસ્યા કરી છે, પરંતુ એક યુવતી માટે આટલા લાંબા સમય સુધી ઉપવાસ કરવો એ મોટી વાત છે

  • 16 વર્ષની જૈન દીકરીની કઠોર તપસ્યા 
  • 110 દિવસ સુધી અન્નના એક દાણા વિના રહી દીકરી
  • ક્રિશા શાહે 110 દિવસના સખત ઉપવાસ પૂર્ણ કર્યા

Jain Girl 110 Day Fast : ગુજરાતી પરિવારની 16 વર્ષની જૈન દીકરીએ મુંબઈમાં કઠોર તપસ્યા 10 દિવસના સખત ઉપવાસ પૂરા કર્યા છે. વાત જાણે એમ છે કે, કાંદિવલી (વેસ્ટ) મુંબઈમાં એક ગુજરાતી પરિવારની 16 વર્ષની છોકરી સતત ત્રણ મહિના અને 20 દિવસ સુધી અન્ન વિના રહી અને તેણે 110 દિવસના સખત ઉપવાસ પૂર્ણ કર્યા. આ સિદ્ધિની ઉજવણી માટે પરિવારે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. જૈન ધર્મના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કેટલાક સાધુ-સાધ્વીઓએ આવી તપસ્યા કરી છે, પરંતુ એક યુવતી માટે આટલા લાંબા સમય સુધી ઉપવાસ કરવો એ મોટી વાત છે. ક્રિશા શાહની આટલા લાંબા ઉપવાસની યાત્રા 11 જુલાઈએ 16 દિવસના ઉપવાસના સંકલ્પ સાથે શરૂ થઈ હતી.

એક અહેવાલ અનુસાર ક્રિશાએ ઉપવાસ શરૂ કરવાની પરવાનગી માટે તેના ગુરુ મુનિ પદ્મકલશા મહારાજનો સંપર્ક કર્યો હતો. તેણે સવારે 9 થી સાંજના 6.30 વાગ્યાની વચ્ચે જ ઉકાળેલું પાણી પીવાનું નક્કી કર્યું. તેને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી, તેથી તેણે આ ઉપવાસ 10 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. ક્રિશાના પિતા જીગર શાહ સ્ટોક બ્રોકર છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. 

મૂળ મહેસાણાનો વતની છે પરિવાર 
વિગતો મુજબ મહેસાણા જિલ્લાના સાલડી ગામમાં જે પરિવારના મૂળિયા છે તેમની બે દીકરીઓમાં ક્રિશા મોટી છે. શાહ પરિવારે જણાવ્યું કે, આ ઉપવાસ પહેલા ક્રિશા જ્યારે નવ વર્ષની હતી ત્યારે તેણે આઠ દિવસના ઉપવાસ કર્યા હતા અને જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેણે 16 દિવસના ઉપવાસ કર્યા હતા. ક્રિષાના ગુરુઓ તેના લાંબા ઉપવાસને પૂર્ણ કરવાનો વિશ્વાસ ધરાવતા હતા પરંતુ આ વખતે મામલો અલગ હતો. 26 દિવસ પછી તેણે 31 દિવસનું લક્ષ્ય નક્કી કર્યું. આ પછી તરત જ ટાર્ગેટ 51 દિવસમાં બદલાઈ ગયો. પર્યુષણના પવિત્ર મહિનામાં તેમના 51 દિવસના ઉપવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તેણે ફરીથી 20 દિવસના ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો. તેની માતા રૂપાએ જણાવ્યું કે, 40 દિવસના આ ઉપવાસ દરમિયાન તે કોલેજ પણ જતી હતી. 

ક્રિશા શાહ કાંદિવલીની KES કોલેજની 11મા ધોરણની વિદ્યાર્થીની છે. ક્રિશાના 71 દિવસના ઉપવાસ પછી તેના ગુરુઓને વિશ્વાસ હતો કે, તે 108 દિવસનું મુશ્કેલ લક્ષ્ય હાંસલ કરી શકશે. જ્યારે પરિવારને શંકા હતી. પરિવારે કહ્યું કે, ત્રણ મહિના પછી પણ ક્રિશાને ખાતરી નહોતી કે તે આગળ વધી શકશે કે નહીં પરંતુ ગુરુઓને તેના પર વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે, તમામ ગુરુઓના આશીર્વાદ તેમની સાથે છે. આ રીતે તેણે પોતાની જાતને આગળ વધારી અને 110 દિવસના ઉપવાસ પૂર્ણ કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ