બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બેફામ ઇકો ચાલકે મા-બાપ વિનાના દીકરાને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત, CCTV જોઇ હચમચી જશો
Last Updated: 01:23 PM, 14 May 2024
અમદાવાદમાં સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની ઘટનાં બનવા પામી હતી. જેમાં રોડની બાજુમાં ઉભેલા 15 વર્ષનાં અમનને ઈકો કાર ચાલકે યુવકને કારની અડફેટે લઈ યુવકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. સ્થાનિકો દ્વારા બુમો પાડવા છતાં ઈકો કાર ચાલક દ્વારા ગાડી ન રોકતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ઈકો કાર કબ્જે કરી છે. જ્યારે ઈકો કાર ચાલક ફરાર હોઈ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અમન અમદાવાદમાં રબારી કોલોની વિસ્તારોમાં રહે છે. તેમજ તે આર.સી.ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે સવારે 9 વાગ્યાનાં સુમારે અમન કોલેજમાં એસાઈમેન્ટ સબમીટ કરવા કોલેજ પહોંચ્યો હતો. ત્યારે તે મિત્ર સાથે હાઈવેની સાઈડમાં ઉભો હતો તે દરમ્યાન પુરપાટ આવી રહેલી ઈકો ગાડીએ અમનને અડફેટે લઈ 200 મીટર સસુધી ઢસડ્યો હતો. આ સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી.
Ahmedabad News: અમદાવાદમાં સોલા સિવિલ નજીક મા-બાપ વિનાના દીકરાને ઇકો ચાલકે 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત, CCTV જોઇ હચમચી જશો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2024
(આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે.)#ahmedabad #Ahmedabadnews #accident #Gujarat #Sola #vtvgujarati pic.twitter.com/lVqEpRA6bv
અકસ્માત સર્જાતા આજુબાજુનાં લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને અમનને સારવાર અર્થે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમનનાં મિત્ર દ્વારા તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે અમન સંપૂર્ણ ભાનમાં હતો. તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને તપાસ કરવામાં આવી હતી. પૂરતા સાધનોનો અભાવ હોવાથી અમનને અસારવા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હોવાનું તેની પિતરાઈ બહેને જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાએ જણાવ્યું હતું કે, અમનનાં માતા-પિતાનું અવસાન થયેલ છે. અમનનાં મમ્મી 8 વર્ષ પહેલા અને તેના પિતા 10 વર્ષ પહેલા નિધન પામ્યા છે. તેમજ છેલ્લા 10 વર્ષથી તે મારી સાથે રહે છે. તેમજ અમનથી મોટો એક ભાઈ ચે જે 17 વર્ષનો છે. તેમજ એક નાનો ભાઈ છે જે 13 વર્ષનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / VIDEO: પ્લેન ક્રેશનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવવા વિદ્યાર્થીઓ નીચે કૂદતા નજરે પડ્યાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT