બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / 9 innocent people have died after their boat capsized in Vadodara's Harani lake while 7 are under treatment

અપડેટ / વડોદરા બોટ દુર્ઘટનામાં 14ના મોત! 23 બાળકો, 4 શિક્ષકો હતા સવાર, ઘટનાનું સૌથી મોટું કારણ આવ્યું સામે

Dinesh

Last Updated: 07:44 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Boat overturned: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 12 માસૂમોના મોત થયા છે જ્યારે અન્ય સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે

  • વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 12 માસૂમોના મોત
  • ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ બોટ પર હતા સવાર
  • કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે


વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા મોટી દુર્ઘટના ઘટી છે. અત્યાર સુધી 14ના મોત થયાની વિગતો સામે આવી છે. આપને જણાવીએ કે, બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો સવાર હતાાં. જેમાંથી 13 વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.  જ્યારે 12 લોકો તળાવમાં ડૂબ્યા છે, આ તમામ ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતાં. 

લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો ખુલાસો
આ સમગ્ર ઘટનાને પગલે કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યાનો પણ ખુલાસો થયો છે.  જો કે, ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે. 

વાંચવા જેવું:  વડોદરા બોટ દુર્ઘટનામાં સ્કૂલે પ્રવાસની મંજુરી લીધી હતી કે નહીં? શાળા માટે શું છે નિયમ, કોની મંજૂરી લેવી જરૂરી

પોલાીસ કમિશનરનું નિવેદન
બોટ પલટી જવા મામલે પોલીસ કમિશનર કહ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ 23 બાળક અને 4 શિક્ષક બોટમાં સવાર હતા. લાઈફ જેકેટ પહેરેલા 11 જેટલા લોકોનું રેસ્ક્યૂ થયું છે.  જેમાંથી 7 જેટલા લોકોને જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે. જ્યારે અન્ય લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પાણીમાં સેવાળ હોવાથી તરવૈયાઓને મુશ્કેલી પડી રહી છે.

સળગતા સવાલ ?
હરણી તળાવ કાંડમાં જવાબદાર કોણ?
કોની બેદરકારીને લઈ બાળકોની બોટ પલટી છે?
કેમ પ્રશાસન ધ્યાન નથી આપતી?
શું બોટમાં ખામીને લઈ દુર્ઘટના સર્જાઈ છે?
શું સુરક્ષા વગર વિદ્યાર્થીઓ બોટમાં સવારી કરતા હતા? 
લાઈફ જેકેટ વગર બોટમાં જવા કોણે પરવાનગી આપી?
માત્ર પૈસા કમાવવા પ્રશાસનને બોટ સેવા શરૂ કરી છે?
લોકોના જીવનો કોઈ મૂલ્ય નથી?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ