ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 8.57 લાખ ઘનફુટ કોંક્રિટ, 4800 ટન સ્ટીલ, 3600 ટન સીમેન્ટ, વિશ્વની 9મી અજાયબી મૉં ઉમિયાનું ધામ
Last Updated: 07:43 PM, 16 September 2025
ADVERTISEMENT
Vishv Umiya Foundation : ઐતિહાસિક વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટના કાર્યારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં 1151 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભમાં હાજર રહ્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.
ADVERTISEMENT
1551 ધર્મસ્તંભ પર આકાર લઇ રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે. આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.મુખ્યમંત્રી પણ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
504 ફૂટ મંદિરનું નિર્માણ અને સામાજિક સશક્તિકરણ
મા ઉમિયાના વિશ્વનાં સૌથી ઉંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ અને સામાજિક સશક્તિકરણ અંતર્ગત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સ્પોર્ટ્સ અને કલ્ચર સહિત અનેક સાંસ્કૃતિક પ્રવિતીઓના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામનું અમદાવાદમાં 100 વીઘા જમીનમાં નિર્માણ થઇ રહ્યું છે. વિશ્વ ઉમિયાધામ બે હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી નિર્માણ થઇ રહ્યું છે. તે વિશ્વની 9મી અજાયબી સમાન ગણાશે. ઐતિહાસિક ઉમિયા માતાના મંદિર 1551 ધર્મસ્તંભ પર નિર્માણ પામી રહ્યું છે. આ વિશ્વનો સૌથી મોટો અને ભારતમાં પ્રથમ વખત રાફ્ટ ગણાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે રમત! 12 પાસ બની બેઠો ડૉક્ટર, પછી ન થવાનું થયું
8.57 લાખ ઘનફૂટ જેટલો કોંક્રિટનો રાફ્ટ
ADVERTISEMENT
લગભગ 24 હજાર ઘનમીટર એટલે કે 8.57 લાખ ઘન ફૂટ જેટલો કોંક્રિટનો રાફ્ટ ભરાઇ રહ્યો છે. જે કાર્યનો શુભારંભ 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ સાંજે પાંચ કલાકે શરૂ થયો છે. જે 15 થી 18 સપ્ટેમ્બર 2025 સુધી કાર્ય શરૂ રહેશે. આ માત્ર પાટીદારોનું જ નહી સમગ્ર સનાતન ધરમનું પ્રતિક છે, આ સર્વ સમાજનું ધામ છે. 1551 ધર્મસ્તંભ પર બની રહેલા રાફ્ટ કાસ્ટિંગમાં 20 ફૂટ પહોળા અને 27 કિલોમીટર લાંબો રોડ બને તેટલો કોંક્રિટનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત અમદાવાદથી મહારાષ્ટ્રના પુના પહોંચે તેટલા સ્ટીલનો ઉપયોગ થઇ રહ્યો છે. આશરે 680 કિલોમીટર થાય તેટલા સ્ટીલનો વપરાશ કર્યો છે.
26 RMC પ્લાન્ટ કાર્યરત
ADVERTISEMENT
24 હજાર ઘન મીટર કોંક્રિટ રાફ્ટ, 8,57,500 ઘનફુટ કોંક્રિટ રાફ્ટ, 4800 ટન સ્ટીલનો ઉપયોગ કરાશે. 3600 ટનથી વધારે સીમેન્ટનો ઉપયોગ કરાશે. જેના માટે 26 થી વધારે RMC પ્લાન્ટ કાર્યરત છે, 250 થી વધારે ટ્રાન્ઝિટ મિક્સર કાર્યરત છે. 3000 થી વધારે શ્રમિક સહિતના લોકો કાર્યરત છે. 1000 થી વધારે એન્જિનિયર 4000 થી વધારે ટ્રક સપ્લાયમાં જોડાયા છે.
શ્રીમદ ભાગવત કથા સહ્તાહમાં પણ સીએમ હાજર રહ્યા
ADVERTISEMENT
શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ.પૂ. ચંદનલાલજી મહારાજે કથાનું રસપાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ભાવપૂર્વક સહભાગી થતા જણાવ્યું હતું કે, ભાગવત કથા અને એમાં પણ એનો ભાવ અહીં ખેંચી લાવ્યો છે. વૃંદાવનમાં ગૌશાળા માટે આપણે ત્યાં ભાગવત કથા થાય એ ગુજરાતીઓ માટે બેવડા આનંદ અને ગૌરવની ઘડી છે. સંતવાણી સાંભળી અમને વધુ ને વધુ જન સેવા કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વ્યાસપીઠને વંદન કરીને મદ્ ભાગવતની પોથીનું પૂજન-અર્ચન કર્યું હતું અને ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.
હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે કથા
હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ચાણક્યપુરીમાં કરવામાં આવ્યું હતું. પ.પૂ. રાધાવલ્લભ સંપ્રદાયાચાર્ય ચંદનલાલજી વિનોદલાલજી મહારાજે ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. ચાણક્યપુરીમાં આવેલ ડાહીબા સમાજ ભવન હોલ ખાતે ભાગવત કથાનું આયોજન તા. 10 થી 16 સપ્ટેમ્બરના દિવસોમાં કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો