ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે રમત! 12 પાસ બની બેઠો ડૉક્ટર, પછી ન થવાનું થયું

ચોંકાવનારું / ગર્ભવતી મહિલાઓના આરોગ્ય સાથે રમત! 12 પાસ બની બેઠો ડૉક્ટર, પછી ન થવાનું થયું

Published By: Nidhi Panchal

Last Updated: 02:41 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે કોઈ બિમાર હોય ત્યારે ડૉક્ટર ભગવાન સમાન લાગે છે...પણ શું થાય જો એ ભગવાનનો રૂપ ધારણ કરનાર ખોટો નીકળી જાય? સુરેશેન્દ્રનગરમાં એવી જ એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

જ્યારે માણસ બિમારીના કપરા સમયમાં હોસ્પિટલનો દરવાજો ખખડાવે છે, ત્યારે ડૉક્ટરને તે પોતાના રક્ષક સમજે છે. દર્દી માટે ડૉક્ટર ભગવાનથી ઓછો નથી લાગતો. પરંતુ શું થાય જો એ જ ભગવાનનો રૂપ ધારણ કરનાર ખોટો નીકળી આવે? સુરેશેન્દ્રનગરમાં એવી જ એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક માત્ર 12મા ધોરણ પાસ વ્યક્તિ વર્ષોથી ડૉક્ટર બનીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો અને નિર્દોષ જીવ સાથે રમતો હતો.

doctor-3

ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નકલી ડૉક્ટર દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલનું નામ "આશીર્વાદ હોસ્પિટલ" છે, જ્યાં વર્ષોથી એક માત્ર 12મા ધોરણ પાસ વ્યક્તિ ડૉક્ટર બનીને સારવાર કરતો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ નકલી ડૉક્ટર ખાસ કરીને સગર્ભા મહિલાઓની સારવાર કરતા હતા.

doctor-4

માહિતી મુજબ, આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે નેપાળમાંથી સોનોગ્રાફી મશીન મગાવ્યું હતું અને તે મશીન દ્વારા ગર્ભવતી મહિલાઓની તપાસ કરવામાં આવતી હતી. સૌથી ભયાનક વાત એ છે કે જ્યારે મહિલાઓને પ્રસૂતિનો સમય નજીક આવતો, ત્યારે તેમને દુખાવાના ઇન્જેક્શન આપી દીધા હતાં. જેથી તેઓ અન્ય હોસ્પિટલમાં જઇ શકે નહીં. આ કારણના લીધે થાનગઢ વિસ્તારમાં જેટલા પ્રસૂતા મહિલાઓના મોત થયાં છે, તેમાં મોટાભાગની મહિલાઓએ આશીર્વાદ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી.

app promo6

આ ખુલાસો થયા બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે કે તેઓ જેને ડૉક્ટર સમજી રહ્યા હતા તે હકીકતમાં ઠગ હતો. આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે અને પોલીસ સાથે મળીને કેસની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરતમાં ચાલુ ક્લાસમાંથી અઢી વર્ષનું બાળક સ્કૂલમાંથી બહાર નીકળી ગયું, કિડ્સ પ્રિ-સ્કૂલનું તંત્ર રામ ભરોસે

આ ઘટના કળિયુગના ક્રૂર ચહેરાને બહાર લાવે છે, જ્યાં લોકોના જીવન સાથે રમત કરવામાં આવે છે. સવાલ એ છે કે કેટલાં સમયથી આ હોસ્પિટલ ચાલતી હતી અને કેટલાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો? હવે તપાસ બાદ જ આખું સત્ય સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Pregnant Women Fake Doctor

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ