બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 PM, 26 January 2025
ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો
ADVERTISEMENT
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય તાપમાન ઘટતા ફરી ઠંડી અનુભવાઈ છે. ડીસામાં 10.8 અને પોરબંદરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અન્ય શહેરમાં 12 થી 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે.

ADVERTISEMENT
તાપીમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી
તાપી ખાતે 76 માં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાજીપુરા સુમુલ ડેરી ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તાપી ખાતે 76 માં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાજીપુરા સુમુલ ડેરી ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

પ્રજાસત્તાક દિવસે ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ!
ADVERTISEMENT
ગુજરાતના કચ્છ અને પાકિસ્તાન બોર્ડર પર વારંવાર પાકિસ્તાની નાગરિકો પકડાતા હોય છે. ભારતમાં સરળતાથી ધૂસી શકાય તેવા આશય સાથે પાકિસ્તાના વિસ્તારમાંથી કચ્છના રસ્તે નાગરિકો ભારતમાં ધૂસવાના પ્રયત્નો કરે છે. ત્યારે આજે એટલે કે ગણતંત્ર દિવસે જ કચ્છ સરહદ પરથી પાકિસ્તાની નાગરિક પકડાયો હતો. કચ્છ સરહદ પરથી BSF જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો હતો. જેની પૂછપરછ કરવામાં આવતા પાકિસ્તાની નાગરિક સિંધ પ્રાંતના બાદિન જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાની નાગરિક પાસેથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી.

ADVERTISEMENT
વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ઉડાવી દેવાની ધમકી
વડોદરામાં સ્કૂલ બાદ હવે હોટલને ધમકી મળતા વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.વડોદરાનાં અલકાપુરી સ્થિત એક્સપ્રેસ હોટલને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. તેમજ ઈ-મેઈલમાં રૂમ અને પાઈપ લાઈનમાં બોમ્બ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ નવરચના સ્કૂલને પણ આ જ પેટર્નથી ધમકી મળી હતી. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની તપાસનાં અંતે કંઈ ન મળ્યું હતું. 48 કલાક પછી પણ ધમકી આપનાર પોલીસ પકડથી દૂર છે. આજે 26 મી જાન્યુઆરીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે થોડા સમય પહેલા વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે બાદ વડોદરા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્કૂલ ખાતે પહોંચી બોમ્બ ડિસ્પોઝેબલની ટીમ, ડોગ સ્કોર્ડની ટીમો સ્કૂલ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT

ગુજરાતમાં અકસ્માતની વણઝાર
મહીસાગરમાં શિક્ષકનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતુ. આ ઘટનામાં શિક્ષક ગણતંત્ર પર્વની ઉજવણી કરવા જતા હતા. આ દરમિયાન બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મહીસાગરના કુંભાઈડી ગામ પાસે અકસ્માત થતા વાઠેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ બાકોર પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. બીજી ઘટનામાં પાલનપુરની હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર બે બહેનોને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક બહેનનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે રાજ્યમાં વધુ એક ગંભીર ઘટના સર્જાઇ હતી. જેમાં સુરતમાં બેફામ ચાલતા ડમ્પરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો. ઘટનામાં કામરેજના ઘલા ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાઇ હતી. જેમાં ગત રાત્રે હાઇવે ક્રોસ કરી રહેલ બાઈક ચાલકને ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ હાઇવે પર પટકાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હતું.

પ્રજાસત્તાક પર્વમાં PM મોદીની પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર
દર વખતની જેમ આ વખતના પ્રજાસત્તાક દિવસના અવસરે પણ પીએમ મોદીનો ડ્રેસ લોકોને ગમ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વના અવસરે પીએમ મોદીએ લાલ અને પીળા રંગની પાઘડી પહેરી હતી તેની નીચે બ્રાઉન કોટ અને પરંપરાગત ચૂડીદાર પેન્ટ પહેર્યું હતું. તેમની પાઘડી ખૂબ જીવંત લાગતી હતી. તેમની આ પાઘડીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે જે લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ ખૂબ ધામધૂમથી 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પીએમ મોદીનો ડ્રેસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ધારાસભ્યો વચ્ચે ગેંગવોર!
ઉત્તરાખંડમાં હરિદ્વાર જિલ્લાની ખાનપુર વિધાનસભામાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ રવિવારે હિંસક બની ગયો. ખાનપૂરના પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અને તેમના સમર્થકોએ ખાનપુરના હાલના ધારાસભ્ય ઉમેશ કુમારના કાર્યાલય પર ગોળીબાર મનફાવે તેમ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના અવાજથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો આમથી તેમ ભાગતાં જોવા મળ્યાં હતા. ફાયરિંગ અને હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉમેશ કુમારની કેમ્પ ઓફિસમાં થયેલા ગોળીબારમાં તેમના બે-ત્રણ સમર્થકો પણ સામેલ હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અને ઉમેશ કુમાર વચ્ચે છેલ્લા બે દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન ફેસબુક પર ઉમેશ કુમાર પર અપશબ્દો લખ્યાં હતા જે પછી ઉમેશ કુમારે તેમને ચેતવણી આપી હતી.

IMDએ કરી ખેડૂતોની ઊંઘ ઉડાવે તેવી આગાહી
કહેવાય છે કે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાનની પેટર્નને બદલશે. 29મીથી 1લી ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા બની શકે છે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા વગેરેમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં શીત લહેર જોવા મળી હતી. તે જ સમયે, પૂર્વીય યુપી, ઓડિશા, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ત્રિપુરામાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે, બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી રાજ્યોમાં 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.