બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th Pay Commission News : Preparation to implement labor codes, wages in the hands of workers will decrease, but PF will increase

નિર્ણય / હાથમાં આવતી સેલેરી ઘટશે પણ બીજો મોટો ફાયદો થશે, નવા કાયદા લાગુ કરવાની તૈયારીમાં મોદી સરકાર

Published By: Parth

Last Updated: 08:06 PM, 6 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર નવા શ્રમ કાયદા લાગુ કરવા માટે કમર કસી રહી છે જેની સીધી અસર વેતનધારકો પર પડશે.

  • કેન્દ્ર સરકાર નવા ચાર કાયદા લાગુ કરવા તૈયારીમાં 
  • ઘટી જશે ટેક હોમ સેલેરી 
  • ભવિષ્ય નિધિ અને ગ્રેચ્યુટિમાં થશે વધારો 

કેન્દ્ર સરકારના નવા કાયદા લાગુ થયા બાદ કર્મચારીઓની બેઝિક સેલેરી અને ભવિષ્ય નિધિની ગણતરી કરવાની રીતેમાં બદલાવ કરવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા આ કાયદાઓને એપ્રિલ મહિનામાં જ લાગુ કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ કેટલાક રાજ્યો કાયદાલ લાગુ કરવાની પરિસ્થિતિમાં હતા નહીં. 

નવા કાયદા લાગુ કરશે સરકાર 
કેન્દ્ર સરકાર ચાર શ્રમ કાયદાઓને લાગુ કરવા જઈ રહી છે. આ કાયદાઓ લાગુ થવાની સાથે જ નોકરિયાત વર્ગની ટેક હોમ સેલેરી ઓછી થઈ જશે અને PFનું સ્ટ્રક્ચર પણ બદલાઈ જશે. PTIના અહેવાલ અનુસાર સરકારના કાયદાના કારણે ટેક હોમ સેલેરી ઘટી જશે જ્યારે PF એટલે કે ભવિષ્ય નિધિ વધી જશે. 

50% બેઝિક સેલેરી રાખવા જોગવાઈ 
નવા કાયદાઓ અનુસાર ભથ્થાઓને 50% સુધી સીમિત કરી દેવામાં આવશે જેનો અર્થ થાય છે કે કર્મચારીઓને 50% બેઝિક સેલેરી હશે. અત્યારે બેઝિક સેલેરી ખૂબ ઓછી રહે છે જેના કારણે PF ઓછું થઈ જાય છે. પરંતુ હવે નવા કાયદાના કારણે PF કુલ વેતનના 50% હિસાબે ગણવામાં આવશે. 

હાથમાં આવતી સેલેરી ઘટશે પણ ભવિષ્ય ઉજળું
બેઝિક સેલેરી 50% થઈ જવાના કારણે PF વધારે ગણવામાં આવશે અને તેથી કંપની અને કર્મચારી બંનેનું યોગદાન વધશે. આ ફેરફારના કારણે ગ્રેચ્યુટિ પણ વધારે તહશે જે પહેલા કરતાં દોઢ ગની વધી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Labour codes on cards New Labour laws New salary structure 2021 Provident Fund salary

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ