બ્રેકિંગ ન્યુઝ
VTV / 7th pay commission news da arrears payment january dr hike central govt cabinet
Hiralal
Last Updated: 06:56 PM, 3 January 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના 32 લાખથી વધુ કર્મચારીઓને ટૂંક સમયમાં નવા વર્ષની બમ્પર ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થા (DA)ની બાકી રકમ ચૂકવી શકે છે. સરકાર છેલ્લા ૧૮ મહિનાની અટવાયેલી ડીએ બાકી રકમ એક સાથે ચૂકવવાની તૈયારીમાં છે. જો આમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓને આગામી દિવસોમાં એક સાથે 2 લાખથી વધુની તગડી રકમ મળી શકે છે.
ADVERTISEMENT
18 મહિનાની DAની ચુકવણી બાકી
એક સત્તાવાર અહેવાલ મુજબ 1 માર્ચ, 2019ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 31.43 લાખ હતી. કોવિડથી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ૧૮ મહિનાની ડીએ ચુકવણી બાકી છે. તાજેતરના અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર આ મહિને આ કર્મચારીઓના 18 મહિનાના પેન્ડિંગ ડીએને મંજૂરી આપવાની તૈયારીમાં છે. જો 18 મહિનાનું પેન્ડિંગ ડીએ ચૂકવવામાં આવે તો ઘણા કર્મચારીઓને એક સાથે 2 લાખથી વધુ રૂપિયા મળશે.
ક્યારે જાહેરાત થઈ શકે
કેન્દ્ર સરકારે ચાલુ મહિનામાં બેઠક મળવાની છે તેમાં આ અંગેનો નિર્ણય લેવાઈ શકે છે. જો 18 મહિનાથી અટવાયેલા ડીએને છૂટુ કરવાની સરકાર જાહેરાત કરે તો 32 લાખ કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં 2 લાખ સુધીની રકમ જમા થઈ શકે છે.
DA અને DR વધી શકે
અહેવાલો અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળની આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં ડીએ અને ડીઆરમાં વધારો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.
પેન્શનધારક ભૂતપૂર્વ કર્મચારીઓને પણ ફાયદો થશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષમાં બે વખત ડીએ-ડીઆર વધારાનો લાભ આપવામાં આવે છે. જો આગામી સમયમાં થનારી બેઠક માટે 18 મહિનાની બાકી રકમ અંગે નિર્ણય લેવાશે તો લેવલ-૧ના કર્મચારીઓને ૧૧,૮૮૦થી ૩૭,૫૫૪ રૂપિયા મળશે. એ જ રીતે લેવલ-13ના કર્મચારીઓને એક સાથે 1,44,200 થી 2,18,200 રૂપિયા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.